Webinar on PM Gati Shakti: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ ગતિ શક્તિ પર વેબિનારના માધ્યમથી લોકોને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વર્ષના બજેટે 21મી સદીના ભારતના વિકાસની ગતિને નિશ્ચિત કરી દીધી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આધારિત વિકાસની આ દિશા આપણી અર્થવ્યવસ્થાના વિકાસમાં અસાધારણ યોગદાન આપશે. આ બજેટના માધ્યમથી રોજગારની અસીમ સંભાવનાઓ સર્જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ ગતિ શક્તિ વેબિનારના માધ્યમથી સંબોધન કરતા તેમણે કહ્યું કે સંસાધનનો સર્વોત્તમ ઉપયોગ કરવામાં આવશે. વર્તમાનમાં અમારી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર કામ કરી રહી છે. આ કડીમાં પીએમ ગતિ શક્તિ ખુબ મોટી જરૂરિયાત છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube