મોદી તો જીતી ગયા હવે મત ન આપતા...એવી તેઓ અફવા ફેલાવી રહ્યાં છે: પીએમ મોદી
દેશમાં લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. ઝારખંડમાં ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ચતરા, લોહરદગા અને પલામુ સામેલ છે. પીએમ મોદીએ આજે કોડરમામાં ચૂંટણી જનસભાને સંબોધી. પીએમ મોદીએ કોડરમામાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે હારના ડરથી તેઓ અહીં અફવાઓ ફેલાવી રહ્યાં છે. હવે તેમણે નવા પ્રકારનું ષડયંત્ર રચ્યું છે.
કોડરમા: દેશમાં લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે. ઝારખંડમાં ત્રણ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ચતરા, લોહરદગા અને પલામુ સામેલ છે. પીએમ મોદીએ આજે કોડરમામાં ચૂંટણી જનસભાને સંબોધી. પીએમ મોદીએ કોડરમામાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે હારના ડરથી તેઓ અહીં અફવાઓ ફેલાવી રહ્યાં છે. હવે તેમણે નવા પ્રકારનું ષડયંત્ર રચ્યું છે.
કોંગ્રેસ પાર્ટી 10 લાખ યુવાઓને હિન્દુસ્તાનની પંચાયતોમાં આપશે રોજગાર: રાહુલ ગાંધી
પીએમ મોદીએ કહ્યું કે, 'તેઓ લોકોમાં એવી અફવાઓ ફેલાવી રહ્યાં છે કે અરે મોદી તો જીતી ગયા છે, આટલી ગરમીમાં મતદાન કરવા શું કામ જશો. તેમણે કહ્યું કે તમે બધા આ બધી અફવાઓમાં ન પડો, અને લોકતંત્રના આ મહાપર્વમાં તમારો મત જરૂર આપો.' વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આ લોકોએ ખોટું બોલવામાં પીએચડી કરી લીધુ છે. તેમણે કહ્યું કે અમે ચોક્કસ જીતીશુ અને આન બાન શાન સાથે જીતીશું. આથી લોકતંત્રના આ પર્વમાં તમે જરૂર ભાગ લો.
કોંગ્રેસ સાંસદની સુપ્રીમ કોર્ટમાં અરજી, PM મોદી સામે કાર્યવાહીની માગણી, જાણો શું છે મામલો
પીએમ મોદીએ કહ્યું કે આ લોકોએ કૌભાંડોમાં મહારથ હાંસલ કરી હતી. એક સમયે આપણે સાંભળતા હતાં ખાંડ કૌભાંડ, રાશન કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ, અને એટલે સુધી કે જમીનની અંદરના ખનીજનું પણ કૌભાંડ કરી રાખ્યું હતું. પરંતુ હવે આ બધાની દુકાનો બંધ થઈ રહી છે. એટલે કૌભાંડીઓ હેરાન પરેશાન છે. આથી હવે આ લોકોએ ચોકીદારને ગાળો આપવાનું શરૂ કરી દીધુ છે.
પીએમ મોદીએ કહ્યું કે મહામિલાવટનો ખેલ આજથી 23-24 વર્ષ પહેલા પણ થયો હતો. જ્યારે અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન બનતા રોકવા માટે અનેક પક્ષોને ભેગા કરાયા હતાં. પરંતુ પરિણામ એ આવ્યું કે દર બે વર્ષે સરકાર પડતી હતી અને દેશમાં ચૂંટણીના કારણે વિકાસનું કામ ઠપ થયું હતું.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...