નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (10 જાન્યુઆરી) આંધ્ર પ્રદેશના પ્રવાસ પર રહેશે. પીએમ મોદી રવિવારના ગુંટુરમાં રેલી કરશે. સત્તાધારી ટીડીપી દ્વારા ભાજપની સાથે ગઠબંધન તોડ્યા બાદ પ્રધાનમંત્રીની રાજ્યની આ પહેલી યાત્રા છે. ત્યારે મુખ્યમંત્રી એન ચંદ્રબાબૂ નાયડૂએ તેમની પાર્ટી કાર્યકર્તાઓથી રવિવારે સંપૂર્ણ રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવાનું કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: યૂપી-ઉત્તરાખંડમાં ઝેરી દારૂથી 88 લોકોના મોત, દરોડાનો દોર શરૂ


ભાજપની એક સભાને સંબોધિત કરવા ઉપરાંત પ્રધાનમંત્રી મોદી પેટ્રોલિયમ અને ગેસથી જોડાયેલી 6,825 કરોડ રૂપિયાની બે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. ભાજપ સાંસદ જીવી એલ નરસિમ્હા રાવે જણાવ્યું કે પ્રધાનમંત્રી રિમોટ કંટ્રોલ દ્વારા નેલ્લોર જિલ્લામાં ભારત પેટ્રોલિયમ કોરપોરેશન લિમિટેડના એક કોસ્ટલ ટર્મિનલનો પાયો પણ રાખવામાં આવશે.


વધુમાં વાંચો: J&K: કુલગામમાં 4 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા, સુરક્ષા દળ સાથે શૂટઆઉટ શરૂ


પ્રદર્શન એ રીતે કરવામાં આવશે કે સમગ્ર દેશનું તેના પર આકર્ષિત થાય
નાયડૂએ ટેલીકોન્ફ્રેંસ કોલ દરમિયાન કાર્યકર્તાઓ અને પાર્ટી સભ્યોથી કહ્યું કે રાજ્યની સાથે કેન્દ્રએ ‘વિશ્વાસઘાત’ની સામે વિરોધ પ્રદર્શન તે રીતે કરવામાં આવે કે સમગ્ર દેશનું ધ્યાન તેના પર આકર્ષિત થાય.


વધુમાં વાંચો: કુંભ મેળામાં આજે વસંત પંચમી પર ત્રીજુ શાહી સ્નાન, 2 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના


સોમવારે દિલ્હીમાં પ્રદર્શન કરશે નાયડૂ
ટીડીપી પ્રમુખ સોમવારે દિલ્હીમાં દિવસભર વિરોધ પ્રદર્શન આયોજીત કરશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધી દ્વારા દેખાડવામાં આવેલી રીતથી વિરોધ પ્રદર્શન આયોજીત કરવામાં આવશે.


વધુમાં વાંચો: કોલકાતા પોલીસ કમિશ્નરની આજે ફરી પૂછપરછ કરશે CBI, પૂર્વ સાંસદ કૃણાલ ઘોષ પણ રહેશે હાજર


નાયડૂએ આરોપ લગાવ્યો છે કે મોદી 2014માં રાજ્યના વિભાજન બાદથી બર્બાદી દેખવા માટે રાજ્ય આવી રહ્યા છે. આ પહેલા નાયડૂએ પીએમ મોદીના પ્રવાસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, શું તેઓ અહીંયા એ જોવા આવી રહ્યાં છે કે લોકો હજું પણ જીવતા છે કે નહીં.? નાયડૂએ કહ્યું કે રાજ્ય સરકારને અસ્થિર કરવા માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...