લૉકડાઉન 2.0 પર આજે જાહેરાત? સવારે 10 કલાકે દેશને સંબોધિત કરશે પીએમ મોદી
કોરોના વાયરસને લઈને વડાપ્રધાન 26 દિવસમાં ચોથીવાર દેશને સંબોધિત કરશે. તો કેન્દ્રના નિર્દેશની રાહ જોયા વગર 8 રાજ્યોએ લૉકડાઉનની સમયમર્યાદા પહેલા જ 30 એપ્રિલ સુધી વધારી દીધી છે.
નવી દિલ્હીઃ કોરોના વિરુદ્ધ જારી જંગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 કલાકે એકવાર ફરી દેશને સંબોધિત કરશે. 21 દિવસના લૉકડાઉનનો સમયગાળો 14 એપ્રિલે સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં પીએમના સંબોધન પર દેશની નજર રહેલી છે. આશા તે વાતની છે કે લૉકડાઉનમાં છૂટ મળશે કે નહીં, પરંતુ તે પહેલા સવાલ તે પણ છે કે પીએમ મોદી લૉકડાઉનને હજુ કેટલા દિવસ વધારે છે.
મહત્વનું છે કે કોરોના વાયરસને લઈને વડાપ્રધાન 26 દિવસમાં ચોથીવાર દેશને સંબોધિત કરવાના છે. એક તરફ નક્કી માનવામાં આવી રહ્યું છે કે તે લૉકડાઉન આગામી 15 દિવસ વધારવાની જાહેરાત કરી શકે છે કારણ કે તેનો ઇશારો પીએમે મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પણ આપ્યો હતો. ત્યારબાદ પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ પોતાને ત્યાં લૉકડાઉનની સમયમર્યાદા 30 એપ્રિલ સુધી વધારી દીધી છે.
આ રાજ્યોએ વધાર્યું લૉકડાઉન
તો કેન્દ્રના નિર્દેશની રાહ જોયા વગર 8 રાજ્યોએ લૉકડાઉનની સમયમર્યાદા 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. તેમાં પંજાબ, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડુ સામેલ છે.
બેરોજગારી દર 23 ટકા પર પહોંચ્યો
21 દિવસના લૉકડાઉનને કારણે દેશની અર્થવ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. સીએમઆઈઈનો રિપોર્ટ કહે છે કે બેરોજગારી 23 ટકા પર પહોંચી ગઈ છે. જ્યારે 8 ટકા પર જ 45 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. તેવી આશા કરવામાં આવી રહી છે કે વડાપ્રધાન કૃષિની સાથે-સાથે કારખાના અને માલના ટ્રાન્સપોર્ટને છૂટ આપી શકે છે.
મેટ્રો શહેરોમાં લૉકડાઉનમાં છૂટ મુશ્કેલ
મેટ્રો શહેરોને વધેલા લૉકડાઉનમાં છૂટ મળવી મુશ્કેલ છે. દિલ્હી, મુંબઈ, ઈન્દોર, ગુરૂગ્રામ, ભોપાલ, નોઇડા, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, બેંગલુરૂમાં કોરોના વાયરસના કેસ સતત સામે આવી રહ્યાં છે. તેથી ત્યાં કોઈ છૂટ મળવી મુશ્કેલ લાગી રહી છે. તે પણ સંભવ છે કે આ વિસ્તારમાં લૉકડાઉન અને સીલિંગ દરમિયાન વધુ કડક બનાવી દેવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર