PM Modi નો હેલ્થ વેબિનારમાં સંદેશ, દેશને સ્વસ્થય રાખવા માટે આ 4 મોર્ચાઓ પર કામ કરી રહી છે સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે સ્વાસ્થય મંત્રાલય દ્વારા આયોજીત વેબિનારને સંબોધિત કર્યું અને આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે કોરોના વાયરસ (Coronavirus) નો મુકાબલો કર્યો અને અમે ભવિષ્યની પરેશાનીઓ માટે તૈયાર રહેવું જોઇએ. આ સાથે જ તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં હેલ્થકેર બજેટમાં જેટલો વધારો કરવામાં આવ્યો છે તે અભુતપુર્વ છે. દેશના દરેક નાગરિકને ઉત્તમ સ્વાસ્થય સુવિધા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યા હતા.
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારે સ્વાસ્થય મંત્રાલય દ્વારા આયોજીત વેબિનારને સંબોધિત કર્યું અને આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશે કોરોના વાયરસ (Coronavirus) નો મુકાબલો કર્યો અને અમે ભવિષ્યની પરેશાનીઓ માટે તૈયાર રહેવું જોઇએ. આ સાથે જ તેમણે કહ્યું કે, આ વર્ષના બજેટમાં હેલ્થકેર બજેટમાં જેટલો વધારો કરવામાં આવ્યો છે તે અભુતપુર્વ છે. દેશના દરેક નાગરિકને ઉત્તમ સ્વાસ્થય સુવિધા આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યા હતા.
Farmers Protest: રાકેશ ટિકૈતનો પલટવાર, કહ્યું- સત્તા પલટી નાખવાની તાકાત ધરાવે છે ભીડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું કે,મેડિકલ ઇક્વિપમેન્ટથી માંડીને મેડિસિન સુધી, વેન્ટિલેટર વૈક્સીન સુધી, સાઇન્ટિફિક રિસર્ચથી માંડીને સર્વેલાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ડોક્ટર્સ માટે એપિડેમિયોલોજિસ્ટ સુધી આપણે તમામ સેક્ટર પર પુરતુ ધ્યાન આપવાનું છે. જેથી દેશનાં ભવિષ્યમાં કોઇ પણ સ્વાસ્થય આપદા માટે સારી રીતે તૈયાર રહે.
Corona: કોરોના સામે ફરી જંગની તૈયારી, એક્શનમાં અમિત શાહ, અધિકારીઓ સાથે યોજી બેઠક
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના દરમિયાન ભારતના હેલ્થ સેક્ટરમાં જે મજબુતી જોવા મળી છે, આપણે જે પ્રકારે શક્તિપ્રદર્શન કર્યું છે તેને સમગ્ર વિશ્વએ કુબ જ બારિકીથી નોંધ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતનાં હેલ્થ સેક્ટરની પ્રતિષ્ઠા અને ભારતના હેલ્થ સેક્ટર પર ભરોસો નવા સ્તર પર છે. આજે વિશ્વના વિકસિત દેશો પણ ભારત પાસે વેક્સિન માટે પડાપડી કરી રહ્યા છે. તેવામાં દેશનો દરેક નાગરિક માટે આ ગર્વની બાબત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube