નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ શુક્રવારે નાણા મંત્રાલય દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દેશના ફાઈનાન્શિયલ સેક્ટર અંગે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશમાં કોઈ પણ ડિપોઝિટર (Depositor) હોય કે કોઈ પણ ઈન્વેસ્ટર (Investor) બંને વિશ્વાસ અને પારદર્શકતાનો અનુભવ કરે, એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વિશ્વાસ પર ટકી છે નાણાકીય વ્યવસ્થા'
વેબિનારને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) કહ્યું, કે દેશની નાણાકીય વ્યવસ્થા જો કોઈ એક વાત પર ટકેલી છે તો તે છે વિશ્વાસ. વિશ્વાસ પોતાની કમાણીની સુરક્ષાનો. વિશ્વાસ રોકાણનો, વિશ્વાસ દેશના વિકાસનો. તેમણે કહ્યું કે સામાન્ય પરિવારોની કમાણીની સુરક્ષા ગરીબ સુધી સરકારી લાભની પ્રભાવી અને લીકેજ ફ્રી ડિલિવરી, દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા રોકાણને પ્રોત્સાહન, આ બધી આપણી પ્રાથમિકતા છે.


આ પણ વાંચો:- પ.બંગાળમાં અનેક ઠેકાણે CBI-ED ની રેડ, જાણો કયા મામલે ચાલી રહી છે તપાસ


પીએમએ જણાવ્યું ભારત કેવી રીતે બનશે આત્મનિર્ભર
પીએમ નરેન્દ્ર મોદીએ (Narendra Modi) વધુમાં કહ્યું, આત્મનિર્ભર ભારત માત્ર મોટા ઉદ્યોગો અથવા મોટા શહેરોથી નહીં બને. આત્મનિર્ભર ભારત નાના નાના શહેરો અને ગામોના લોકોના પરિશ્રમથી બનશે. આત્મનિર્ભર ભારત ખેડૂતોથી વધુ કૃષિ ઉત્પાદનને સારૂ બનાવવાના એકમોથી બનશે. તેમણે વધુમાં કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ આ મંત્ર નાણાકીય ક્ષેત્ર પર સ્પષ્ટ જોવા મળે છે. આજે ગરીબ હોય, કિસાન હોય, પશુપાલક હોય, માછીમાર હોય અથવા નાના નાના દુકાનદાર હોય સૌ કોઈ માટે ક્રેડિટ એક્સેસ થઈ શક્યું છે.


આ પણ વાંચો:- Mukesh Ambani પરિવારને કોઈ ધમકીવાળો પત્ર મળ્યો નથી, જાણો લેટેસ્ટ અપડેટ


નાના ઉદ્યોગકારો સુધી પહોંચ્યું ઋણ
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મુદ્રા યોજના અંતર્ગત ગત વર્ષોમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું ઋણ નાના ઉદ્યોગકારો સુધી પહોંચ્યું છે. તેમાંથી લગભગ 70 ટકા મહિલાઓ છે અને 50 ટકાથી વધારે દલિત, વંચિત, આદિવાસી અને પછાત વર્ગના ઉદ્યોગસાહસિક છે. તેમણે વધુમાં કહ્યું, 90 લાખ MSME એ કોરોના કાળ દરમિયાન 2.4 ટ્રિલિયન રૂપિયાની ક્રેડિટ પ્રાપ્ત કરી છે. સરકારે ઉદ્યોગો માટે કૃષિ, કોલસા અને અવકાશ ક્ષેત્ર પણ અન્ય લોકો માટે ખોલ્યા છે.


આ પણ વાંચો:- મુકેશ અંબાણીના ઘર પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવતા હડકંપ, સરકારે લીધુ મોટું પગલું


'નાણાકીય ક્ષેત્ર માટે સરકારની દ્રષ્ટિ સ્પષ્ટ'
નાણાકીય સેવા ક્ષેત્રોમાં બજેટ લાગુ અંગે વેબિનારમાં પીએમ મોદીએ કહ્યું, દેશના નાણાકીય ક્ષેત્ર માટે સરકારનું વિઝન એકદમ સ્પષ્ટ છે. દેશમાં કોઇપણ જમાકર્તા હોય અથવા કોઈપણ રોકાણકાર હોય, બંને વિશ્વાસ અને પારદર્શિતા અનુભવ કરે, તે આમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે વધુમાં કહ્યું કે, અમારો સતત આ પ્રયાસ છે કે, જ્યાં સંભવ હોય ત્યાં પ્રાઇવેટ ઉદ્યોગોને વધારેમાં વધારે પ્રોત્સાહિત કરવામાં આવે, પરંતુ આ સાથે સાથે બેકિંગ અને વીમામાં પબ્લિક સેક્ટરની પણ એક પ્રભાવી ભાગીદારી અત્યારે દેશની જરૂરીયાત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube