CBI-ED Raid: West Bengal માં 15 જગ્યાએ સીબીઆઈ-ઈડીની રેડ, જાણો કયા મામલે ચાલી રહી છે તપાસ
Trending Photos
કોલકાતા: સીબીઆઈ અને Enforcement Directorate પશ્ચિમ બંગાળમાં કોલકાતા સહિત 15 ઠેકાણા પર કોલસા કૌભાંડઅને પશુ તસ્કરી કેસ સંબંધે દરોડા પાડી રહ્યા છે. હાલ પશ્ચિમ બંગાળમાં એવા વેપારીઓના ત્યાં દરોડા પડી રહ્યા છે કે જે ગેરકાયદેસર કોલસા ખનન અને પશુ તસ્કરી સાથે જોડાયેલા છે.
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં ઈડીના આ બીજા રાઉન્ડના દરોડા છે. હાલમાં જ ઈડીએ પશુ તસ્કરી કેસ અને કૌલસા કૌભાંડના કેસમાં પશ્ચિમ બંગાળમાં રેડ કરી હતી. તે દરમિયાન ઈડીને અનેક મહત્વની કડીઓ મળી હતી. તેના ઈનપુટ્સના આધારે આજે ફરીથી પશ્ચિમ બંગાળમાં રેડ મારવામાં આવી રહી છે.
અત્રે જણાવવાનું કે પહેલા જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં પૈસાની ટ્રેલ અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ આજે દરોડા પાડવામાં આવ્યા છે. ઈડી અને સીબીઆઈ અલગ અલગ પરંતુ અનૂપ માંઝી કેસમાં દરોડા પાડી રહ્યા છે.
West Bengal: Enforcement Directorate conducts raids at various places in Kolkata; visuals from Princep Street. pic.twitter.com/crnDdeC6cj
— ANI (@ANI) February 26, 2021
સૂત્રોના જણાવ્યાં મુજબ દુર્ગાપુર, કોલકાતા, પુરુલિયા સહિત 15 લોકેશન પર આરોપીઓની ઓફિસ અને ઘર પર સીબીઆઈ-ઈડીના દરોડા પાડવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે સીબીઆઈ કોલસા કૌભાંડને લઈને કોલકાતામાં વેપારી રણધીરકુમાર વર્ણવાલના સ્થળો પર દરોડા પાડી રહી છે. સીબીઆઈના સૂત્રોના જણાવ્યાં મુજબ આ વેપારી દ્વારા અનેક નોકરશાહો અને નેતાઓ સુધી કથિત રીતે લાંચના પૈસા પહોંચાડવામાં આવ્યા છે. ઈડીની એક ટીમ કોલકાતામાં પ્રિન્સેપ સ્ટ્રીટ પાસે પણ એક સ્થળ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે. ત્યાં હાજર એક અધિકારીએ જણાવ્યું કે અમારી અનેક ટીમો છે. તમામ ટીમો અલગ અલગ સ્થળોએ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે