India Gate પર મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા, PM મોદીએ કરી જાહેરાત
દેશની રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. પીએમ મોદીએ આ જાહેરાત કરી છે.
નવી દિલ્હી: દેશની રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. પીએમ મોદીએ આ જાહેરાત કરી છે. ઈન્ડિયા ગેટ પર ગ્રેનાઈટથી બનેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે એવા સમયે કે જ્યારે આખો દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી ઉજવી રહ્યો છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. જે તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતિક હશે.
પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની વિશાળ પ્રતિમા તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તે જગ્યાએ એક હોલોગ્રામ પ્રતિમા લગાવવામાં આવશે. નેતાજીની જયંતીના દિવસે 23 જાન્યુઆરીએ હું હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube