નવી દિલ્હી: સંસદમાંથી પસાર નવા કૃષિ કાયદા (New Farm Laws) સામે દિલ્હીની સીમાઓ પર સતત 16 દિવસથી કિસાનોનું આંદોલન (Farmers Protest) ચાલી રહ્યું છે. કિસાનોના આંદોલનને જોતા તમામ ધરણા સ્થળો પર મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. કિસાનોના આ આંદોલનને આગળ વધારવા માટે દેશભરમાં ટ્રેન રોકવાની ધમકી આપવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Farmers Protestની આડમાં ચાલી રહી છે Khalistan Movement, Maharashtra Cyber Cellએ કર્યો ખુલાસો


પીએમ મોદીએ ટ્વીટ કરી કિસાનોને સમજાવવાનો કર્યો પ્રયત્ન
ત્યારે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ફરી એકવાર આંદોલન કરી રહેલા ખેડૂતો (Farmers Protest)ને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે શુક્રવાર સવારે ટ્વીટ કરી કહ્યુપં, મંત્રિમંડળના મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલે નવા કૃષિ કાયદા અને ખેડૂતોની માંગને લઇને વિસ્તારથી ચર્ચા કરી છે. આ જરૂરથી સાંભળો. પીએમએ આ ટ્વીટની સાથે જ પીયૂષ ગોયલ અને નરેન્દ્ર સિંહ તોમરની પ્રેસ ચર્ચાની ક્લિપની લિંક પણ શેર કરી છે.


તૃણમૂલ કોંગ્રેસ અને બીજેપી વચ્ચેનું રાજકીય યુદ્ધ તેજ બન્યું, હવે અમિત શાહ જશે બંગાળ


ખેડૂતો પર પીએમની અપીલની ન થઈ કોઈ અસર
તો બીજી તરફ સિંધુ બોર્ડર પર એકઠા થયેલા પંજાબ-હરિયાણાના ખેડૂતો (Farmers Protest) પર પીએમ મોદીની અપીલની કોઈ અસર જોવા મળી રહી નથી. ખેડૂતોએ શુક્રવાર સવારની શરૂઆત પ્રાર્થના સાથે કરી. ત્યારે બુરાડીના મેદાનમાં એકઠા થયેલા ખેડુતો તેમના ટ્રેક્ટરના ટ્રોલીમાં આરામ કરતા જોવા મળ્યા હતા અને કેટલાક પરિસ્થિતિની ચર્ચા કરતા જોવા મળ્યા હતા. કિસાનોએ કહ્યું કે સરકારે જો ત્રણેય કૃષિ કાયદાને પાછા ખેંચતા નથી તો દેશભરમાં ટ્રેનો રોકવામાં આવશે.


આ પણ વાંચો:- IMA ની અપીલ પર આજે દેશભરના તબીબો હડતાળ પર, ચાલુ રહેશે આટલી સેવાઓ


અમૃતસરના ખેડૂતોએ દિલ્હીમાં શરૂ કરી કૂચ
ખેડૂતોનું કહેવું છે જ્યારે MSP ક્લિયર થઈ જશે. ત્યારબાદ ત વિચાર કરશે કે તેમનો પાક એજન્ટને વેચવો છે અથવા તેને ઉંચા ભાવ પર અન્ય જગ્યાએ આપવો છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી મોદી સરકાર આ ત્રણ કાયદાને પાછા નહીં ખેંચે, ત્યાં સુધી આ આંદોલન રોકાશે નહીં. તો બીજી તરફ દિલ્હીમાં એકઠા થયેલા ખેડૂતો (Farmers Protest)ના સમર્થનમાં પંજાબથી બીજા ખેડૂતોના ટોડા પણ કૂચ કરવા લાગ્યા છે. અમૃતસરથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો તેમના ટ્રેક્ટરમાં અનાજ ભરી દિલ્હી તરફ રવાના થયા છે. કૂચ કરતા પહેલા ખેડૂતોએ ગોલ્ડન ટેમ્પલમાં પ્રાર્થના કરી આંદોલનના સફળ થવાની ઇચ્છા વ્યક્ત કરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube