રાજપથ હવે ઈતિહાસ, કર્તવ્ય પથનું ઉદ્ઘાટન, ગુલામીની વધુ એક ઓળખથી મુક્તિઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્તવ્ય પથનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા છે. પીએમ મોદીએ સૌથી પહેલા નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. એક દિવસ પહેલા નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને રાજપથનું નામ બદલી કર્તવ્ય પથ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
નવી દિલ્હીઃ ભારત માટે આજનો દિવસ ખુબ મહત્વનો છે. દિલ્હીમાં આજથી રાજપથ કર્તવ્ય પથ તરીકે ઓળખાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે. કર્તવ્ય પથના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલીવુડ હસ્તીઓ, અનેક જાણીતા લોકો, રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણી હસ્તિઓ પહોંચી છે.
Live Updates
ગુલામીનું પ્રતીક હતું રાજપથઃ પીએમ મોદી
આપણે સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવું છે. તેનો રસ્તો કર્તવ્યપથથી થઈને જાય છે. આ સર્વકાલિક આદર્શનો જીવંત માર્ગ છે. હવે અહીં દેશના લોકો આવશે અને નેતાજીની પ્રતિમા, નેશનલ વોર મેમોરિયલ જોશે તો તેના કર્તવ્યબોધથી ઓતપ્રોત થશે. આ સ્થાન પર દેશની સરકાર કામ કરી રહી છે. તમે કલ્પના કરો કે દેશે જેને દેશની સેવા કરવાની જવાબદારી સોંપી હોય. તેને દેશનો સેવક હોવાનો અનુભવ કઈ રીતે કરાવત. જ્યારે પથ જ રાજપથ હોય તો લોકોને અનુભવ કેવો થાય. રાજપથ બ્રિટિશ રાજ માટે હતું. તેની રચના પણ ગુલામીનું પ્રતીક હતી. આજે તેની સંરચના બદલી ગઈ અને આત્મા પણ બદલાય ગઈ. હવે દેશના સાંસદ, મંત્રી અને અધિકારી આ પથ પરથી પસાર થશે તો દેશની પ્રત્યે કર્તવ્યનો બોધ થશે.
નેતાજી હતા અખંડ ભારતના પહેલા પ્રધાનઃ પીએમ મોદી
નેતાજી સુભાષ અખંડ ભારતના પહેલા પ્રધાન હતા, જેમણે 1947થી પહેલા અંડમાનને આઝાદ કરી ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. જ્યારે આઝાદ હિંદ સરકારના 75 વર્ષ પૂરા થવા પર મને લાલકિલા પર તિરંગો ફરકાવવાનું સૌભાગ્ય મળ્યું. અમારી સરકારના પ્રયાસથી લાલકિલ્લામાં નેતાજી અને આઝાદ હિંદ ફોજ સાથે જોડાયેલું મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું. જ્યારે 2019માં ગણતંત્ર દિવસની પરેડમાં આઝાદ હિંદ ફોજના સિપાહીઓએ ભાગ લીધો હતો, તે ક્ષણને ભૂલાવી શકાય નહીંઃ પીએમ મોદી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube