નવી દિલ્હી : આ વખતે 15 ઓગષ્ટ પ્રસંગે વડાપ્રધાન મોદી માટે ખાસ છે. આ મોદી સરકારનાં બીજા કાર્યકાળનો પહેલો સ્વતંત્રતા દિવસ છે. જેને યાદગાર બનાવવા માટેના ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે વડાપ્રધાન મોદીએ લોકોને 15 ઓગષ્ટના રોજ થનારા તેમના ભાષણ માટે ભલામણો માંગી છે. વડાપ્રધાન મોદીએ તેના માટે શુક્રવારે ટ્વીટ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપાચે હેલિકોપ્ટર્સની પહેલી ખેપ પહોંચશે, ભારતીય વાયુસેના બનશે મહાશક્તિશાળી
વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, મને તમારા 15 ઓગષ્ટનાં ભાષણમાં તમારા બધાના બહુમુલ્ય ભલામણોની જરૂર છે. તમારી ભલામણોને મારા ભાષણમાં સમાવવાતા આનંદ થશે. તેમણે અપીલ કરતા કહ્યું કે, લાલ કિલ્લાની પ્રાચીરથી 130 ભારતીયો તમારા વિચારો સાંભળશે. મોદીએ લખ્યું કે, તમે નમો એપ પર વિશેષ રીતે બનાવાયેલ ઓપન ફોરમમાં તમારી ભલામણ આપી શકો છે. 


સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો નખાઈ ગયો હતો'
કર્ણાટક: રાજ્યપાલે મુખ્યમંત્રીને ફરીથી લખ્યો પત્ર, કહ્યું- 'સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરો'
NAMO એપ વડાપ્રધાન મોદીનો અધિકારીક એપ છે, તેને લાખો લોકોએ ડાઉનલોડ કરેલું છે. આ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શખો છો. આ એપ તમને ત્યાં ન્યૂઝ એન્ડ મેગેઝીન કેટેગરીમાં મળશે. તેના દ્વારા વડાપ્રધાન મોદી જનતા સાથે સીધો જ સંવાદ કરે છે. 


કર્ણાટક વિધાનસભામાં કાળો જાદુ? મુખ્યમંત્રીના ભાઈ લીંબુ લઈને આવ્યાં
લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે જીત પ્રાપ્ત કર્યા બાદ વડાપ્રધાન મોદીનાં બીજા કાર્યકાળમાં 15 ઓગષ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી તેમનું પહેલું ભાષણ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસબા ચૂંટણી 2019માં 542 સીટો પર મતદાન થયું હતું. જેમાં ભાજપ ગઠબંધને 352 સીટો પર જીત પ્રાપ્ત કરી હતી.