કર'નાટક': રાજ્યપાલનું પણ ન ચાલ્યું, સ્પીકરે વિધાનસભા સોમવાર સુધી સ્થગીત કરી

કર્ણાટક વિધાનસભામાં છેલ્લા બે દિવસથી બહુમત પરીક્ષણ પર ચાલી રહેલી ચર્ચા અને હોબાળા વચ્ચે રાજ્યપાલે છેલ્લા 24 કલાકની અંદર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને ફરીથી પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રીને સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે. આ બધા વચ્ચે કર્ણાટક કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી છે. 

Updated By: Jul 19, 2019, 08:40 PM IST
કર'નાટક': રાજ્યપાલનું પણ ન ચાલ્યું, સ્પીકરે વિધાનસભા સોમવાર સુધી સ્થગીત કરી
ફાઈલ ફોટો

બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભામાં છેલ્લા બે દિવસથી બહુમત પરીક્ષણ પર ચાલી રહેલી ચર્ચા અને હોબાળા વચ્ચે રાજ્યપાલે છેલ્લા 24 કલાકની અંદર મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને ફરીથી પત્ર લખ્યો છે. તેમણે મુખ્યમંત્રીને સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે. આ બધા વચ્ચે કર્ણાટક કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના આદેશ સામે અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક કોંગ્રેસ તરફથી દાખલ કરાયેલી અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટનો તે આદેશ કે જેમાં કહેવાયું છે કે 15 બળવાખોર ધારાસભ્યોને સદનમાં હાજર રહેવા માટે બાધ્ય કરી શકાય નહીં, તે પાર્ટીના વ્હિપ જારી કરવાના બંધારણીય અધિકારી વિરુદ્ધ છે. કોર્ટના આ આદેશથી બંધારણની 10મી અનુસૂચિમાં અપાયેલા પક્ષ પલટાના કાયદાનો ભંગ થાય છે. 

આ અગાઉ ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત રજુ કરાયો હતો. દિવસભર તેના પર ચર્ચા થઈ. જો કે લગભગ 19 જેટલા ધારાસભ્યો સદનમાં ગેર હાજર રહ્યાં હતાં. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ પાર્ટી ધારાસભ્યો સાથે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માગણીને લઈને આખી રાત ધરણા કર્યાં. શુક્રવારે સવારે સદનમાં વિશ્વાસ મતને લઈને ચર્ચા ચાલુ છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ આ અગાઉ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને બહુમત સાબિત કરવા માટે શુક્રવાર બપોરના 1.30 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં ફ્લોર ટેસ્ટ થયો નહીં. સ્પીકરનું કહેવું છે કે રાજ્યપાલના આદેશ પર મુખ્યમંત્રી નિર્ણય લે કે તેમણે તેનું પાલન કરવું છે કે નહીં. 

જુઓ LIVE TV

વિશ્વાસ મત પર ચર્ચા ચાલુ
કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે વિધાનસભામાં સતત ચર્ચા ચાલુ છે. 20 સભ્યો હજુ તેમાં ભાગ લેવાના છે. મને નથી લાગતુ કે આજે વિશ્વાસ મત પર ચર્ચા પૂરી થઈ શકે. ચર્ચા સોમવાર સુધી ચાલી શકે છે. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે મેં મુખ્યમંત્રી તરીકે તમામ જિલ્લાઓને ફંડ આપ્યાં. પરંતુ તમે ભાજપવાળા કહો છો કે હું ફક્ત 2-3 જિલ્લાઓનો જ સીએમ છું. આથી હું કહું છું કે આ મામલે આટલી ઉતાવળ થવી જોઈએ નહીં. આપણે તેના પર ચર્ચા કરવી પડશે. તમે લોકો લોકતંત્ર  ખતમ કરી રહ્યા છો. 

મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ ચર્ચા  દરમિયાન કહ્યું કે તમે લોકોએ કર્ણાટકના મંત્રી એચડી રેવન્નાની આલોચના એટલા માટે કરી કારણ કે તેઓ પોતાની સાથે લીંબુ લાવ્યાં હતાં. તમે લોકો હિન્દુ સંસ્કૃતિને માનો છે, પરંતુ તમે આરોપ લગાવી રહ્યાં છો કે રેવન્નાએ પોતાની સાથે લીંબુ રાખ્યા હતાં અને તેઓ મંદિરમાં ગયા હતાં. પરંતુ તમે લોકોએ આરોપ લગાવ્યો કે તેઓ  કાળો જાદુ કરે છે. શું એ શક્ય છે કે કાળો જાદુ કરીને સરકારને બચાવી શકાય? અત્રે જણાવવાનું કે રેવન્ના મુખ્યમંત્રી એચડી  કુમારસ્વામીના ભાઈ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...