જાણો કોણ છે PM મોદીની હત્યાના કાવતરામાં ઝડપાયેલા 6 કથિત માઓવાદી, વાંચો સંપૂર્ણ પ્રોફાઇલ
વડાપ્રધાન નરેંદ્ર મોદીની હત્યાના હત્યાના કાવતરામાં સામેલ જે પાંચ કથિત માઓવાદીઓને કાલે પૂણે પોલીસે ધરપકડ કરી અથવા નજરકેદ કર્યા, તે પોત-પોતાના ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદીની હત્યાના હત્યાના કાવતરામાં સામેલ જે પાંચ કથિત માઓવાદીઓને કાલે પૂણે પોલીસે ધરપકડ કરી અથવા નજરકેદ કર્યા, તે પોત-પોતાના ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ છે. કોઇ આઇઆઇટીથી ગ્રેજ્યુએટ છે, અમેરિકાની નાગરિકતા છોડી ચૂક્યા છે, તો કોઇ સરકારી નોકરી છોડીને કવિ બની ગયા. તો કોઇ શિક્ષકની નોકરી છોડીને ટ્રેડ યૂનિયનના નેતા બની ગયા. કોઇ એક જમાનાના અર્થશાસ્ત્રી છે તો કોઇ એવા કવિ છે જેમની રચનાઓનું અનુવાદ 20 ભાષાઓમાં થઇ ચૂક્યું છે.
સુધા ભારદ્વાજ
57 વર્ષની સુધા ભારદ્વાજ ટ્રેડ યૂનિયન નેતા, માનવાધિકાર કાર્યકર્તા અને વકીલ છે. તેમનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે 11 વર્ષની ઉંમરમાં ભારત આવી ગઇ. જ્યારે 18 વર્ષની હતી, તો તેમણે અમેરિકાનું નાગરિકત્વ છોડી દીધું. તે જાણિતા અર્થશાસ્ત્રી રંગનાથ ભારદ્વાજ અને કૃષ્ણા ભારદ્વાજની પુત્રી છે. તેમની માતા એમટીઆઇએ અર્થશાસ્ત્રમાં પીએચડી કરી. તેમણે પોતાના જીવનના ગત 30 વર્ષોમાં વધુ સમય છત્તીસગઢમાં પસાર કર્યો છે. 2017માં તે દિલ્હી આવી ગયા અને હાલ નેશનલ લો યૂનિવર્સિટીમાં અભ્યાસ કરાવે છે. તે પીપુલ્સ યૂનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયૂસીએલ)ની મહાસચિવ છે.
ભારદ્વાજે આઇઆઇટી કાનપુરથી ગણિતમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પછી તે શિક્ષણનો વ્યવસાય છોડીને મજૂર સંગઠન છત્તીસગઢ મુક્તિ મોરચામાં સામેલ થઇ ગયા. તે ભિલાઇ સ્ટીલ પ્લાન્ટના મજૂર સંઘના સાથે જોડાયેલા છે. તેમણે સારી મજૂરી અને સુરક્ષિત કાર્યદશાઓ માટે સંઘર્ષ કર્યો. તેમણે 2000માં કાયદાકીય અભ્યાસ કર્યો અને ત્યારથી તે માનવાધિકાર અને શ્રમ કાનૂનના ઘણા કેસ લડી ચૂક્યા છે. તે બસ્તર અસોલિડેરિટી નેટવર્ક અને જગદલપુર લીગલ એડ ગ્રુપ સાથે પણ જોડાયેલી રહી છે.
વરવર રાવ
તેલંગાનામાં વારંગલના રહેવાસી 78 વર્ષીય વરવર રાવ જાણિતા ક્રાંતિકારી કવિ, આલોચક અને નાગરિક અધિકાર કાર્યકર્તા છે. તેમણે માઓવાદીઓથી સહાનુભૂતિ રાખનાર માનવામાં આવે છે. તે વિખ્યાત માઓવાદી ટીકાકાર છે અને માઓવાદીઓ સુધી સંદેશવાહકની ભૂમિકા ભજવી ચૂક્યા છે. જ્યારે સંયુક્ત આંધ્ર પ્રદેશમાં વિદ્રોહ પોતાના ચરમ પર હતો, ત્યારે તેમણે સંઘર્ષ વિરામ માટે વાતચીત કરી છે.
તે ક્રાંતિકારી લેખક સંઘના સંસ્થાપક છે, જે ક્રાંતિની કવિતાઓ અને સાહિત્ય પ્રકાશિત કરે છે અને જે નક્સલી વિચારધારાને પ્રોત્સાહન આપે છે. તેમના 15 કવિતા સંગ્રહ પ્રકાશિત થઇ ચૂક્યા છે, જેમનું 20 ભારતીય ભાષાઓમાં અનુવાદ થયું છે. તે ભારત સરકારના પ્રચાર વિભાગ ડીએવીપીમાં પ્રકાશન સહાયકના રૂપમાં પણ કામ કરી ચૂક્યા છે.
મે 1947માં આંધ્ર પ્રદેશ સરકારે તેમના અને 40 અન્ય ક્રાંતિકારી લેખકો વિરૂદ્ધ વિદ્રોહને ભટકાવવાવાળા સાહિત્ય લખવાનો કેસ દાખલ કર્યો. તેને સિકંદરાબાદ કાવતરાના નામે ઓળખવામાં આવે છે. પછી ટ્રાયલ કોર્ટે રાવ અને તેમના સાથીઓને મુક્ત કરી દીધા.
ગૌતમ નવલાખા
ગ્વાલિયરમાં તેમના નાગરિક અધિકારો માટે કામ કરનાર ગૌતમ નવલાખા પીપુલ્સ યૂનિયન ઓફ ડેમોક્રેટિક રાઇટ્સ (પીયૂડીઆર)ના સક્રિય સભ્ય છે. તેમણે મુંબઇથી અર્થશાસ્ત્ર અને પોલિટિક્સ સાયન્સમાં અભ્યાસ કર્યો છે અને ગત એક વર્ષથી 'ન્યૂઝક્લિક' નામનું એક ડિજિટલ ન્યૂઝ પોર્ટલ ચલાવે છે. 65 વર્ષીય નવલાખા એકેડેમિક જર્નલ બિઝનેસ એન્ડ પોલિટિકલ વીકલી સાથે 30 વર્ષથી વધુ સમય સુધી જોડાયેલા રહ્યા. તેમણે 'ડેઝ એન્ડ નાઇટ્સ ઇન ધ હાર્ટલેંડ ઓફ રિબેલિયન'ના નામથી એક પુસ્તક પણ લખ્યું છે. તે કાશ્મીરમાં માનવાધિકારના મુદ્દે ખૂબ સક્રિય રહ્યા છે.
વરનન ગોંજાલ્વિસ
તેમણે પહેલીવાર 2007માં પ્રતિબંધિત સંગઠન સીપીઆઇ (માઓવાદી)માં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 60 વર્ષીય ગોંજાલ્વિસ એક કૈથોલિક ઇસાઇ પરિવારમાં જન્મેલા અને તેમનું બાળપણ દક્ષિણ મુંબઇની નિમ્ન-મધ્યમવર્ગીય ચાલમાં પસાર થયું. તેમને સિટી કોલેજમાં અર્થશાસ્ત્ર ભણાવવાની નોકરી મળી ગઇ. પરંતુ થોડા સમય બાદ તેમણે તે નોકરી છોડી દીધી અને વિદર્ભમાં મજૂરોના અધિકારો માટે કામ કરવા લાગ્યા.
અરૂણ પરેરા
48 વર્ષીય અરૂણ પરેરા મુંબઇની સેંટ જેવિયર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થી છે. 2007થી તે સતત જેલની અંદર-બહાર રહે છે. લગભગ પાંચ વર્ષ જેલમાં રહ્યા બાદ 2014માં તેમને બધા આરોપોથી મુક્ત કરી દેવામાં આવ્યા. ત્યારબદ તેમને જેલના પોતાના અનુભવો પર 'કલર્સ ઓફ કેજ' નામનું એક પુસ્તક લખ્યું. 2015થી તે મુંબઇમાં એક વકીલ તરીકે પ્રેકટિસ કરી રહ્યા છે.
તાજેતરમાં જ તેમણે એક વેબ પોર્ટલ પર પોતાના જેલ અનુભવો વિશે એક લેખ લખ્યો હતો, જેમાં જણાવ્યું કે જેલમાં પ્રકાશ અને ખુલ્લી હવા નસીબ થતી નથી. આ લેખોનો આધાર બનાવીને લંડનમાં વિજય માલ્યાએ ભારત પ્રત્યર્પણનો વિરોધ કર્યો.