નરેન્દ્ર મોદી પાસે માત્ર 50 હજાર રૂપિયા રોકડા, જાણો PMની સંપત્તિના રસપ્રદ આંકડા
મહત્વનું છે કે પીએમ મોદીની આ સંપત્તિના આંકડો વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવ્યો છે. તેની સંપૂર્ણ જાણકારી PMOની વેબસાઇટ પર છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચલ-અચલ સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવી છે. આ અનુસાર હાલના સમયમાં પીએમ નરેન્દ્ર મોદીની પાસે આશરે 50 હજાર રૂપિયા રોકડા છે. ખાસ વાત તે છે કે ગત વર્ષે પીએમ મોદીની પાસે આશરે દોઢ લાખ રૂપિયા રોકડા હતા, જે હવે માત્ર48 હજાર 944 રૂપિયા જ છે.
પરંતુ વડાપ્રધાનની કુલ ચલ-અચલ સંપત્તિની વાત કરીએ તો લગભગ 2.28 કરોડ રૂપિયા છે. તેમાં લગભગ એક કરોડ 28 લાખ રૂપિયાની ચલ અને ગાંધીનગરમાં કેટલિક અચલ સંપત્તિ છે. વડાપ્રધાને 2002માં એક લાખ રૂપિયાની કિંમતથી 3531.45 સ્કવેર ફૂટની સંપત્તિ પણ ખરીદી હતી.
જો વડાપ્રધાનના બેન્ક બેલેન્સની વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગર સ્થિત એસબીઆઈની બ્રાન્ચમાં તેમનું ખાતું છે. જેમાં કુલ 11,29,690 રૂપિયા જમા છે. આ સાથે પીએમ મોદીએ કુલ 1 કરોડ રૂપિયા (1,07,96,288 Rs.)થી વધુની ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે.
વડાપ્રધાને આ સિવાય પણ અન્ય જગ્યાએ બચત કરી છે. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ડિપોઝિટ કુલ 20, 000 રૂપિયાની છે. આ તમામ 25 જાન્યુઆરી 2012 સુધીનો આંકડો છે. આ સાથે તેમણે 5,18,235 રૂપિયા નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં અને 1,59,281 રૂપિયાનું એલઆઈસીની પોલિસીમાં રોકાણ કર્યું છે.
પરંતુ તેમની પાસે ચાર સોનાની વીંટી (45 ગ્રામ) છે જેની કિંમત આશરે 1 લાખ 38 હજાર રૂપિયા છે. જાહેર કરાયેલી વિગત અનુસાર વડાપ્રધાને બેન્ક પાસેથી કોઈ લોન લીધી નથી.
વડાપ્રધાનના નામ પર કોઈ પણ દ્વિચક્રી, ફોર વ્હીલ વાહન નોંધાયેલું નથી. જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનનું પદ સંભાળ્યું છે ત્યારથી તેમણે કોઈ સોનું ખરીદ્યુ નથી.