નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ગાંધી સ્મૃતિમાં મહાત્મા ગાંધી (Mahatma gandhi) ની પુણ્યતિથિ પર આયોજીત પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. આ પહેલા તેમણે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને કહ્યુ- મહાન બાપુની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ. બાપુના આદર્શ આજે પણ લાખો લોકોને પ્રેરિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ.. આજ શહીદ દિવસ પર અમે તે બધા મહાપુરૂષો અને મહાન મહિલાઓના બલિદાનને યાદ કરીએ છીએ, જેણે ભારતની આઝાદી અને પ્રત્યેક ભારતીયની કુશલતા માટે ખુદને સમર્પિત કરી દીધા. 


દેશને મળશે વધુ એક કોરોના વેક્સિન covavax, નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ હશે અસરકારક!  


તો ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ એ કહ્યુ કે, અહિંસા જ સૌથી મોટો ધર્મ છે. જો આપણે તેનું સંપૂર્ણ રીતે પાલન ન કરી શકીએ તો આપણે તેની ભાવનાને સમજવી જોઈએ. તેમણે કહ્યુ કે, જ્યાં સુધી સંભવ હોય હિંસાનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીના સિદ્ધાંત આજે પણ વિશ્વને કલ્યાણનો માર્ગ દેખાડે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube