PM Narendra Modi Ayodhya Deepotsav News: અયોધ્યા નગરી રામમય બની ગઇ છે. દીપોત્સવની અદભૂત છટા જોવા મળી રહી છે. રામકથા પાર્કને રાજભવનની માફક શણગારવામાં આવી છે. થોડીવારમાં પીએમ મોદી મહર્ષિ વશિષ્ઠની ભૂમિકામાં શ્રીરામનું રાજતિલક કરી આરતી ઉતારી હતી. પીએમ મોદી રામનગરીમાં 3 કલાક 20 મિનિટ સુધી રોકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામલલ્લાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીએ રામ મંદિરના નકશાને જોયો અને જાણકારી લીધી. પીએમ મોદીએ નિર્માણ કાર્યોનું પણ નિરિક્ષણ કર્યું. પીએમ મોદીએ જાણકારી આપવા માટે એક ગેલેરીનું નિર્મ્કાણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા તેમને જાણકારી આપવામાં આવી.  


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા અને તેમના આર્શિવાદ લીધા. આ અવસર પર તેમની સાથે યૂપીની રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા. પીએમ મોદીએ રામલલ્લાની આરતી ઉતારી અને તેમને પ્રણામ કર્યા. 


જન્મભૂમી તીર્થ ક્ષેત્ર સ્થળનું કર્યું નિરીક્ષણ
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે રામલલ્લાના દર્શન કરીને પૂજા અર્ચના કરી. 


દેશનો સૌથી મોટો ઉત્સવ- CM યોગી
દીપોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 'આજથી 6 વર્ષ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગ દર્શન અને તેમની પ્રેરણાથી અયોધ્યાના દિપોત્સવ કાર્યક્રમની શરૂઆત થઇ, આ પ્રદેશનો એક ઉત્સવ દેશનો ઉત્સવ બનતો જાય છે. આજે આ પોતાની સફળતાની નવી ઉંચાઇને અડકી રહ્યો છે. 


'રાજા રામના અભિષેક કરવાનું સૌભાગ્ય'
અયોધ્યામાં દિપોત્સવ કાર્યક્રમના અવસર પર પીએમ મોદીએ કહ્યું કે 'શ્રી રામલલ્લાના દર્શન અને ત્યારબાદ રાજા રામના અભિષેકનું આ સૌભાગ્ય રામજીની કૃપાથી જ મળે છે. જ્યારે શ્રીરામનો અભિષેક થાય છે તો આપણા અંદર ભગવાન રામના આદર્શ તથા મૂલ્યો વધુ દ્રઢ થઇ જાય છે. રામના અભિષેક સાથે જ તેમને બતાવેલા પથ વધુ પ્રદીપ્ત થઇ ઉઠે છે. 


'આ દિવાળી છે ખાસ'
પીએમ મોદીએ કહ્યું કે 'આ વખતે દિવાળી એક એવા સમયે આવી છે, જ્યારે આપણે થોડા સમય પહેલાં જ આઝાદીના 75 વર્ષ પુરા કર્યા છે, આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આઝાદીના આ અમૃતકાળમાં ભગવાન રામ જેવી સંકલ્પ શક્તિ દેશને નવી ઉંચાઇ પર લઇ જશે. ભગવાન રામ પોતાના વચનમાં, પોતાના વિચારોમાં, પોતાના શાસનમાં, પોતાના વહિવટીતંત્રમાં જે મૂલ્યોને ઘડ્યા તે સબકા સાથ-સબકા વિકાસની પ્રેરણા છે અને સબકા વિશ્વાસ-સબકા પ્રયાસનો આધાર પણ છે. 


આ વર્ષે, દીપોત્સવની છઠ્ઠી આવૃત્તિ યોજાઈ રહી છે, અને તે પ્રથમ વખત છે કે પ્રધાનમંત્રી આ ઉજવણીમાં વ્યક્તિગત રીતે ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે 15 લાખથી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. દીપોત્સવ દરમિયાન વિવિધ રાજ્યોના વિવિધ નૃત્ય સ્વરૂપો સાથે પાંચ એનિમેટેડ ટેબ્લો અને અગિયાર રામલીલા ટેબ્લો પણ મૂકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ગ્રાન્ડ મ્યુઝિકલ લેસર શો સાથે સરયુ નદીના કિનારે રામ કી પૌડી ખાતે 3-ડી હોલોગ્રાફિક પ્રોજેક્શન મેપિંગ શોના સાક્ષી પણ બનશે.