PM નરેન્દ્ર મોદી: જેના નિર્માણ માટે કર્યા હતા ઉપવાસ હવે જન્મ દિવસે કરશે પુજા
સરદાર સરોવર પહેલી વાર તેની ક્ષમતાએ એટલે કે 138.68 મીટર સુધી સંપુર્ણ ભરાવા જઇ રહ્યો છે. આ ઉપલક્ષ્યમાં મંગળવારે 17 સપ્ટેમ્બરે ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી છે.
અમદાવાદ : સરદાર સરોવર પહેલી વાર તેની ક્ષમતાએ એટલે કે 138.68 મીટર સુધી સંપુર્ણ ભરાવા જઇ રહ્યો છે. આ ઉપલક્ષ્યમાં મંગળવારે 17 સપ્ટેમ્બરે ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણીની જાહેરાત કરી છે. આ મહોત્સવમાં વડાપ્રધાન મોદી પણ ભાગ લેવાનાં છે. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પોતાના જન્મદિવસ પ્રસંગે સરદાર સરોવર ખાતે વિશેષ હાજરી આપવાનાં છે.
4 દિવસ બેન્ક હડતાળઃ મહિનાના અંતિમ દિવસોમાં રોકડની અછત સર્જાવાની શક્યતા
વડાપ્રધાન મોદી મંગળવારે સવારે 6થી7 વાગ્યા વચ્ચે પોતાના માં હિરાબેન સાથે મુલાકાત કરશે. 8 વાગ્યે તેઓ કેવડિયા પહોંચશે અને નર્મદા ડેમની મુલાકાત લેશે. ત્યાર બાદ 09.30 વાગ્યે વડાપ્રધાન નર્મદા પુજન કાર્યક્રમ કરશે. વડાપ્રધાન 11 વાગ્યે એક જનસભાને પણ સંબોધિત કરશે.
પાકિસ્તાનની સ્થિતી દુખે પેટ અને કુટે માથુ જેવી, અફઘાનિસ્તાન સાથે માથાકુટ ચાલુ કરી
પ્રયાગરાજમાં મળી મહાભારતના સમયની સુરંગ, શું પાંડવો અહીંથી જ નિકળ્યા હતા ?
પહેલી વાર ભરાશે સરદાર સરોવર
વડાપ્રધાન મોદીએ આ સમગ્ર યોજનાનું ઉદ્ધાટન 17 સપ્ટેમ્બર, 2017ના રોજ કરી દીધું હતું, જો કે વરસાદ ઓછો હોવાનાં કારણે તેનું જળસ્તર ખુબ જ નીચુ રહ્યું હતું. પરંતુ આ વખતે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનાં કારણે નર્મદા નદી તોફાની બની હતી. જેના કારણે સરદાર સરોવર પોતાની મહત્તમ ક્ષમતા સુધી ભરાઇ ચુક્યો છે. હાલ સરદાર સરોવર ડેમનું જળસ્તર 138.68 મીટર સુધી પહોંચી ચુક્યું છે.
શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક
અત્રે ઉલ્લેખનીય છે કે, ડેમ પુરો થયા બાદ તેનું ઉદ્ધાટન પણ વડાપ્રધાને પોતાનાં જન્મ દિવસ પ્રસંગે કરીને જ દેશને સમર્પીત કર્યો હતો. સરદાર સરોવર ડેમ ભારતનો સૌથી મોટો અને વિશ્વનો બીજો સૌથી મોટો ડેમ છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન ચાર રાજ્યોને વિજળી અને પાણી પુરી પાડવામાં આવે છે.
9 નવેમ્બરથી ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખુલસે કરતારપુર કોરિડોર
ગુજરાતની લાઇફ લાઇન
સરદાર સરોવર ડેમને ગુજરાતની લાઇફ લાઇન તરીકે માનવામાં આવે છે, કારણ કે સરદાર સરોવરનું પાણી સમગ્ર ગુજરાતમાં નહેર દ્વારા પહોંચે છે. સરદાર સરોવરનું પાણી ગુજરાતનાં 131થી વધારે શહેરો અને 9633 ગામો પીવે છે. જેના માટે 457 નહેરોનું 75 હજાર કિલોમીટરનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ફેલાવાયેલું છે.
પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ
ડેમ સંપુર્ણ ભરાઇ જાય ત્યાર બાદ 18 લાખ હેક્ટર જમીનની સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થાય છે. સરદાર સરોવર યોજનાના એમડી ડૉ. રાજીવ ગુપ્તાના અનુસાર, સરદાર સરોવર ડેમ ઐતિહાસિક રીતે પોતાની મહત્તમ ક્ષમતાને પાર કરશે. હવે આ ડેમમાં 24 કલાક વિજળી પેદા કરવામાં આવી રહી છે. હાલ આ ડેમ થકી 1450 મેગાવોટ વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.
બાબરી મસ્જિદ એક્શન કમિટી સંયોજકનું મોટું નિવેદન, અયોધ્યા મામલે કોઇ વાતચીત મંજૂર નથી...
સરદાર સરોવર ડેમમાં 6 લાખ ક્યુસેક પાણી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને ઇંદિરા સાગર જળાશયોમાંથી આવે છે. મધ્યપ્રદેશમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા નદી હાલ બેકાંઠે વહી રહી છે. નર્મદા નદીનું તોફાની સ્વરૂપ ધ્યાને રાખી નર્મદા ભરૂચ અને વડોદરાનાં 100થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારતીયોમાં પારિવારિક બચતની પ્રવૃત્તિમાં થયો ઘટાડો, માથાદીઠ દેવું વધ્યું
દેશના પહેલા વડાપ્રધાને ખાતમુહર્ત કર્યું હતું
દેશનાં પહેલા વડાપ્રધાન જવાહર લાલ નેહરૂએ 5 એપ્રીલ, 1961 ના દિવસે સરદાર સરોવર યોજનાનો પાયો નાખ્યો હતો. આ યોજના પુર્ણ થવામાં 56 વર્ષ જેટલો લાંબો સમય રાહ જોવી પડી. આ દેશની એવી યોજના છે જે સૌથી લાંબા સમય સુધી ચાલી અને 1961માં ચાલુ થઇ અને 2017માં પુર્ણ થઇ.
સરકારના OBC ની 17 જાતીઓનો SC માં સમાવેશના નિર્ણય પર હાઇકોર્ટે સ્ટે મુક્યો
નર્મદા નદી પર કુલ 30થી વધારે નાના મોટા ડેમ છે. જેમાં સરદાર સરોવર સૌથી મોટો છે. સરદાર સરોવર યોજના ચાલુ થયા બાદ તેના નિર્માણના સમર્થ અને વિરોધમાં ભારે ઘર્ષણો ચાલતા રહ્યા. એક મોટો તબક્કો ડેમથી પ્રભાવિત થઇને વિસ્થાપીત થઇ રહ્યો હતો. તે લોકો આ ડેમનો વિરોધ કરી રહ્યા હતા. તમામ આશંકાઓ, વિરોધ છતા પણ સરકાર મક્કમ રીતે આગળ વધતી રહી. અનેક અડચણો, અનેક વખત કોર્ટના હસ્તક્ષેપ બાદ કામ સમયાંતરે ચાલતું રહ્યું અને અટકતું રહ્યું.
શરદ પવારની જાહેરાત મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP 125-125 સીટો પર ચૂંટણી લડશે
મધ્યપ્રદેશનાં 190 થી વધારે ગામો ડુબ્યા
નર્મદા નદી મુખ્ય મધ્યપ્રદેશમાંથી વહે છે. નર્મદા નદીનું વહેણ 1321 કિલોમીટર મધ્યપ્રદેશમાં અને માત્ર 160 કિલોમીટર જ ગુજરાતમાં છે. નદીનાં કુલ જળગ્રહણ ક્ષેત્રનાં લગભગ 85 ટકા મધ્યપ્રદેશમાં છે. એટલા માટે સરદાર સરોવર બંધ બનવાનું સૌથી મોટુ નુકસાન પણ મધ્યપ્રદેશને જ ચુકવવાનું આવે છે. નર્મદા ખીણ ખાતે ધાર, બડવાની સહિત અન્ય જિલ્લાનાં 190થી વધારે ગામ ડુબી ગયા છે. જો કે મધ્યપ્રદેશને આ બંધથી વધારે નુકસાન હતું, એટલા માટે વિજળીના ઉત્પાદનમાં મધ્યપ્રદેશને સૌથી વધારે લાભ આપવામાં આવ્યો છે. કુલ વિજળી ઉત્પાદનમાંથી 57 ટકા માત્ર મહારાષ્ટ્રને આપવામાં આવે છે. મહારાષ્ટ્રને 27 ટકા અને ગુજરાતને 18 ટકા જ વિજળી મળે છે.
ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, રામ મંદિર નિર્માણનો સમય નજીક, પહેલી ઇંટ મુકવા તૈયાર રહે શિવસૈનિક
સરદાર સરોવરમાં આવેલી અડચણો
ડિસેમ્બર 1993માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કહ્યું કે, સરદાર સરોવર યોજનામાં પર્યાવરણ સંબંધિત નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું. ત્યાર બાદ જાન્યુઆરી 1994માં જનતાના ભારે વિરોધને ધ્યાને રાખી યોજનાનું કામ અટકાવી દેવામાં આવ્યું. 1994માં જ વર્લ્ડ બેંકે પોતાનાં રિપોર્ટમાં કહ્યું કે સરદાર સરોવર યોજનામાં પુનર્વાસનું કામ યોગ્ય રીતે નથી થઇ રહ્યું.
ઓવૈસીનો કેન્દ્રને વેધક સવાલ, 'ફારુક અબ્દુલ્લાથી સરકાર આટલી કેમ ડરે છે?
નવેમ્બર 1995 માં સુપ્રીમ કોર્ટે સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવાની પરવાનગી આપી ત્યાર બાદ તેને 110.64 મીટર જેટલી કરી દેવામાં આવી. ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન નરેન્દ્ર મોદીએ તેની ઉંચાઇ વધારવાની માંગ કરી. 2006માં મુખ્યમંત્રી તરીકે મોદીએ પોતાની આ માંગ મનાવવા માટે ત્રણ દિવસના ઉપવાસ કર્યા. ત્યાર બાદ ડેમની ઉંચાઇ વધારીને 121.92 મીટર કરી દેવામાં આવી. ત્યાર બાદ તેની ઉંચાઇ વધારીને 138.68 મીટર કરી દેવામાં આવી. 2017માં ડેમ સંપુર્ણ બનીને તૈયાર થઇ ગયું.