નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે માનવ જાતિ પર સંકટ છે, પડકારથી ભરેલું આ વાતાવરણ દેશની સેવા માટે આપણા સંસ્કાર, સમર્પણ અને પ્રતિબદ્ધતાને લઈને વધુ સશક્ત હોવાનો માર્ગ નક્કી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યકર્તાઓને પીએમ મોદીએ કહ્યું કે, ભારતે ઘણા નિર્ણય લીધા અને તે નિર્ણયને જમીન પર ઉતારવામાં આવ્યા છે. કોરોના વાયરસની બીમારીની અસર દરેક પર થાય છે, તેના વિશે કોઈને કંઇ ખ્યાલ નથી. અમારી સરકારે એરપોર્ટ પર સ્ક્રીનિંગ, ઘણા દેશોથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવવો, મેડિકલની સુવિધાને મજબૂત કરવી હોય, ભારત સરકારે ઘણા નિર્ણયો કર્યા છે. 


વડાપ્રધાને કહ્યું કે, ભારતના પગલાંની પ્રશંસા WHOએ પણ કરી છે,આ સિવાય વિશ્વના ઘણા મંચો પર કોરોનાના મુદ્દે ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી ચે. ઘણા દેશોના પ્રમુખો સાથે અમારી વાત થઈ છે, આપણો દેશ વિકાસશીલ દેશ છે જે ગરીબી વિરુદ્ધ લડાઈ લડી રહ્યો છે. પરંતુ આ સંકટ વચ્ચે આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ કરી રહ્યાં છીએ. 


પીએમ મોદીએ કહ્યું કે, આ દરમિયાન એકતા ખુબ જરૂરી છે, જેની અસર આપણે લૉકડાઉન, જનતા કર્ફ્યૂ દરમિયાન જોઈ છે. 130 કરોડ લોકોના દેશે લૉકડાઉનનું પાલન કર્યું છે, આ અભૂતપૂર્વ છે. દીપ પ્રગટાવવા પર પીએમ મોદીએ કહ્યું કે, ભારતના દરેક વર્ગના વ્યક્તિ એકતાનો સંદેશ આપવા આવ્યા હતા, જેથી કોરોના વિરુદ્ધ સંકલ્પ વધુ મજબૂત થયો છે. 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનસંઘથી લઈને ભાજપ સુધી, 2 સાંસદોથી લઈને 300થી વધુ સાંસદો સુધી પાર્ટીએ ચાર પેઢીઓ ખપાવી છે. પાર્ટી તરફથી હંમેશા કાર્યકર્તાઓને સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે. 


કોરોના વાયરસના મુદ્દા પર પીએમ મોદીએ કહ્યું કે, ભારતે સમય રહેતા સંકટનો સામનો કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ભારત સરકાર અને રાજ્ય સરકારો મળીને આકરા નિર્ણયો લઈ રહી છે. કોરોનાને પહોંચવા માટે ભારતે જે નિર્ણયો લીધા તે વિશ્વ માટે મિસાલ બન્યા છે. 


કાર્યકર્તાઓને પીએમ મોદીની અપીલ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓને કેટલાક સૂચન પણ આવ્યા અને કહ્યું કે, કાર્યકર્તાઓએ તેના પર ભાર આપવો જોઈએ. 


- ગરીબોના રાશન માટે સતત સેવા અભિયાન. 


- કોઈની મદદ માટે જાવ તો માસ્ક પહેરો. આ ટેવ પાડો. તમારી સાથે સાથે અન્ય માટે પણ માસ્ક અને કવર બનાવો. 


- ડોક્ટર-પોલીસ-નર્સ-બેન્ક-સરકારી કર્મચારીનો આભાર વ્યક્ત કરો, તમામને ધન્યવાદ પ્રસ્તાવ આપો. 


- આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરો અને લોકોને પણ ડાઉનલોડ કરાવો. ઓછામાં ઓછા 40 લાોકોને મોબાઇલ એપ ડાઉનલોડ કરાવો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર