PM Modi એ બોલાવી મંત્રીમંડળની બેઠક, કોરોના અંગે લઈ શકે છે મોટો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી આ બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકે છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં યોજાશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીમંડળની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે યોજાશે. માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી આ બેઠકમાં મોટા નિર્ણયો લઈ શકે છે. આ બેઠક રાજધાની દિલ્હીમાં યોજાશે.
સેના પ્રમુખ સાથે પણ બેઠક કરી ચૂક્યા છે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે સાથે ગુરુવારે કોવિડ-19 ના સંચાલન અંગે બેઠક કરી હતી. જેમાં તેમણે સેના દ્વારા લેવામાં આવતા પગલા અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન આર્મી ચીફ નરવણેએ પ્રધાનમંત્રીને કહ્યું હતું કે સેનાએ તેના તબીબી કર્મચારીઓને રાજ્ય સરકારોની સેવામાં તૈનાત કર્યા છે અને તે જ સમયે તેઓ દેશના જુદા જુદા ભાગોમાં હંગામી હોસ્પિટલો શરૂ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું હતું કે, "કોવિડ-19 સામેના યુદ્ધમાં ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી".
આ પણ વાંચો:- કોરોના સંક્ટ વચ્ચે વકીલોનો સરકારને પત્ર, કહ્યું- હોસ્પિટલમાં તેમના માટે રિઝર્વ રાખો બેડ
પીએમઓએ પણ જાહેર કર્યું નિવેદન
દરમિયાન, પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, નરવણેએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી કોવિડ પ્રબંધન માટે સેનાની તૈયારીઓ અને પહેલાની જાણકારી આપી અને તેમને જણાવ્યું કે દેશના વિભિન્ન ભાગોમાં સેના તરફથી અસ્થાયી હોસ્પિટલના પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નરવણેએ પ્રધાનમંત્રીને જણાવ્યું કે જ્યાં સંભવ થઇ રહ્યું છે ત્યાં સેનાની હોસ્પિટલોને સામાન્ય જનતાની સેવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ માટે સામાન્ય નાગરિક ઇચ્છે તો પાસના સેનાની હોસ્પિટલનો સંપર્ક સાધી શકે છે. સેના પ્રમુખે પ્રધાનમંત્રીને એ પણ માહિતી આપી હતી કે જ્યાં આયાત કરેલા ઓક્સિજન ટેન્કર અને વાહનોના સંચાલનમાં નિષ્ણાત કુશળતાની જરૂર હોય છે, ત્યાં સૈન્યના કર્મચારીઓ દ્વારા મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- Monalisa ની એક મહિલા સાથે થઈ લડાઈ? VIDEO માં લાકડી સાથે જુઓ દેશી ફાઈટ
રેકોર્ડ સંખ્યામાં વધી રહી છે સંક્રમિતોની સંખ્યા
દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના રેકોર્ડ 3,79,257 કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં ઇન્ફેક્શનની કુલ સંખ્યા 1,83,76,524 પર પહોંચી ગઈ છે. સવારે આઠ વાગ્યા સુધીના આંકડા મુજબ, એક જ દિવસમાં 3,645 લોકોના મોત પછી, આ જીવલેણ રોગના મૃતકોની સંખ્યા વધીને 2,04,832 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube