PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને ફોન કર્યો, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ મુદ્દે કરી ચર્ચા
PM Modi-Ebrahim Raisi Talk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે સોમવારે હમાસ-ઇઝરાયલ યુદ્ધ પર વાત કરી હતી. પીએમ મોદીએ એક્સ પર આ માહિતી આપી છે.
નવી દિલ્હીઃ Israel-Hamas War: ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવાર (6 નવેમ્બર) એ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે વાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું કે પશ્ચિમ એશિયાની મુશ્કેલ સ્થિતિ, ઇઝરાયલ-હમાસ સંઘર્ષને લઈને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઇબ્રાહિમ રઈસી સાથે ફોન પર વાત કરી.
તેમણે અને ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીએ તણાવ ઘટાડવા, માનવીય સહાયતા યથાવત રાખવા અને તત્કાલ શાંતિ સ્થાપિત કરવા પર ભાર આપ્યો. પીએમ મોદીએ આગળ કહ્યું કે ચાબહાર પોર્ટ સહિત દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ આ પહેલા ફોન પર ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂ અને પેલેસ્ટાઈન ઓથોરિટીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે પણ વાત કરી ચુક્યા છે.
VIDEO : મમરા બનતાં જોશો તો ભેલપુરી ખાવાનું ભૂલી જશો, શોખીન હો તો એવોઈડ કરજો
ઈરાનના વિદેશ મંત્રી સાથે પણ થઈ વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ રવિવાર (5 નવેમ્બર) એ ઈરાનના વિદેશ મંત્રી હુસૈન આમિર-અબ્દુલ્લાહિયન સાથે ઇઝરાયલ-હમાસ સંઘર્ષને લઈને ફોન પર વાત કરી હતી. જયશંકરે કહ્યુ (આમિર-અબ્દુલ્લાહિયનને) સંઘર્ષ રોકવા અને માનવીય સહાયતા પ્રદાન કરાવવાના મહત્વની માહિતી આપી હતી.
દસ હજારથી વધુ લોકોના મોત
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સાત ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. સાત ઓક્ટોબરે સવારે હમાસે ઇઝરાયલ પર રોકેટ હુમલો કરતા ઘુષણખોરી કરી હતી. ત્યારબાદ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ કહ્યુ હતું કે અમે યુદ્ધમાં છીએ અને તેમાં અમારી જીત થશે.
હમાસના આ હુમલામાં ઇઝરાયલના 1400 લોકોના મોત થયા છે. હમાસે 200થી વધુ લોકોને બંધક પણ બનાવ્યા છે. તો ન્યૂઝ એજન્સી એપીએ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલાથી જણાવ્યું કે ઇઝરાયલના હુમલામાં પેલેસ્ટાઈનના 10 હજારથી વધુ લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube