નવી દિલ્હી: કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગુરુવારે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક કરશે. આ બેઠક પહેલા આજે યોજાવવાની હતી. પરંતુ હવે ગુરુવારે થશે. ગત શનિવારે પણ પીએમ મોદીએ કોરોનાને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના નવા 1.68 લાખ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,68,063 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે 35,875,790 થઈ ગઈ છે. એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ દેશમાં 8,21,446 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના નવા કેસમાં 6.5 ટકાનો ઘટાડો નોંધાયો છે જે રાહતના સમાચાર કહી શકાય. છેલ્લા 24 કલાકમાં 69,959 દર્દીઓ રિકવર થયા છે. 


Lal Bahadur Shastri Death Anniversay: જ્યારે પીએમ રહેતાં કાર ખરીદવા માટે લાલ બહાદુર શાસ્ત્રીએ પંજાબ નેશનલ બેંકમાંથી લીધી હતી લોન


કોરોનાથી 277 લોકોના મોત
એક દિવસમાં કોરોનાએ 277 દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે 484,231 થઈ ગયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ 96.36% છે. જ્યારે હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 10.64% થયો છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધીને 4461 થયા છે. રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 92,07,700 રસીના ડોઝ અપાયા છે. ત્યારબાદ હવે રસીકરણનો આંકડો  1,52,89,70,294 પર પહોંચ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube