નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહની તુલના નાઇટવોચમેન સાથે કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશનાં સાગરમાં એક ચૂંટણી સભા દરમિયાન પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું નામ લીધા વગર કહ્યું કે, 2004માં જ્યારે કોંગ્રેસને અચાનક તક મળી તો તે સમયે રાજકુમાર પર ન તો પરિવારને ભરોસો હત અને ન તો કોઇ અન્ય ને, ત્યારે પરિવારનાં વફાદાર વોચમેનને વડાપ્રધાનપદની ખુર્શી પર બેસાડવાની યોજના બની. 


BJPના ખિચડી સરકારના કટાક્ષ અંગે થરૂરે કહ્યું બિમાર માટે ખિચડી અમૃત

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકુમારને ટ્રેનિંગ આપવામાં 10 વર્ષ બર્બાદ
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, 2004માં રાજકુમારની ટ્રેનિંગમાં જ દેશનાં 10 વર્ષ બરબાદ થઇ ગયા. નરેન્દ્ર મોદીએ 2004 લોકસભા ચૂંટણીના પરિણામો તરફ ઇશારો કરતા કોંગ્રેસે એક પ્રાઇમ મિનિસ્ટર ઇન વેટિંગનાં સમજદાર હોવાની રાહમાં 10 વર્ષ સુધી એક એક્ટિંગ પ્રાઇ મિનિસ્ટર બનાવી રાખ્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પીએમ ઇન વેઇટિંગનાં સમજદાર હોવાની રાહમાં 10 વર્ષ સુધી દેશમાં એક્ટિંગ પીએમ થોપી દીધા હતા.


બંગાળ સરકારનો દાવો ખોટો? ફોની બાદ PMO 2 વખત કર્યો હતો ફોન, ન મળ્યો જવાબ
છઠ્ઠો તબક્કો: જ્યોતિરાદિત્ય અમીર ઉમેદવાર, ગંભીર પાસે 147 કરોડ સંપત્તી
પરિવારનાં વફાદાર વોચમેનને બેસાડવાની યોજના
નરેન્દ્ર મોદીએ ક્રિકેટની રમતનો ઉલ્લેખ કર્યો અને 2004માં ચૂંટણી પરિણામો બાદના ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે, ક્રિકેટમાં દિવસની રમત પુર્ણ થતા સમયે કોઇ આઉટ થાય છે તો આખરી નંબરના ખેલાડીને નાઇટ વોચમેન બનાવીને મોકલે છે, તેવું જ કોંગ્રેસે કર્યું. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કરતા કહ્યું કે, 2004માં રાજકુમારને તૈયાર થતા સુધીમાં પરિવારનાં વફાદાર વોચમેન બેસાડવાની યોજના બની અને તેમણે વિચાર્યું કે રાજકુમાર આજે શીખશે, કાલે શખશે સૌકોઇ રાહ જોઇ રહ્યું છે, ભરપુર ટ્રેનિંગ પણ આપી, જો કે બધુ જ બેકાર થઇ ગયું અને આ પ્રયાસમાં દેશના 10 વર્ષ તબાહ થઇ ચુક્યા છે, બર્બાદ થઇ ગયા.