બંગાળ સરકારનો દાવો ખોટો? ફોની બાદ PMO 2 વખત કર્યો હતો ફોન, ન મળ્યો જવાબ

વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક વરિષ્ઠ સુત્રએ તે મીડિયા અહેવાલોનું ખંડન કર્યું જેના અનુસાર ચક્રવાતી તોફાન ફોની પસાર થયા બાદ રાજ્યની સ્થિતી અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાન મોદીએ માત્ર ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકને ફોન કર્યો અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન નહોતો કર્યો. 
બંગાળ સરકારનો દાવો ખોટો? ફોની બાદ PMO 2 વખત કર્યો હતો ફોન, ન મળ્યો જવાબ

નવી દિલ્હી : વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક વરિષ્ઠ સુત્રએ તે મીડિયા અહેવાલોનું ખંડન કર્યું જેના અનુસાર ચક્રવાતી તોફાન ફોની પસાર થયા બાદ રાજ્યની સ્થિતી અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાન મોદીએ માત્ર ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકને ફોન કર્યો અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફોન નહોતો કર્યો. 

સુત્રએ કહ્યું કે, મીડિયાનાં એક વર્ગનું રિપોર્ટે ધ્યાન ખેંચ્યું છે કે તૃણમુલ કોંગ્રેસે આ અંગે અણગમો વ્યક્ત કર્યો છે કે વડાપ્રધાન મોદીએ ચક્રવાત ફાની બાદ  પશ્ચિમ બંગાળમાં સ્થિતીની માહિતી મેળવવા માટે માત્ર રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સાથે જ વાત કરી. તેમણે કહ્યું કે, પ્રત્યક્ષ રીતે તૃણમુલ નેતાઓએ દાવો કર્યો કે તેઓ વડાપ્રધાને પટનાયક સાથે વાત કરી હતી, જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત નથી કરી. આ દાવો ખોટો છે. 

ચોંકાવનારો કિસ્સો...સ્કૂટર પર જઈ રહેલા પાનવાળાની બેગ ખોલતા જ પોલીસના ઉડ્યા હોશ
અધિકારીના અનુસાર પીએમઓએ શનિવારે સવારે વડાપ્રધાનનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનો સંપર્ક કરાવવા માટે બે વખત પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, પહેલીવાર, પીએમઓનો જે સ્ટાફ ફોન કનેક્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને જણાવવામાં આવ્યું કે તેઓ (મમતા બેનર્જી)નો સમય છે અને પરત કોલ કરવામાં આવશે. બીજી વાર પણ પીએમઓનાં કર્મચારીએ ફોન કનેક્ટ કરવાનાં પ્રયાસો કર્યા તો મુખ્યમંત્રી કાર્યાલયે તેમને કહ્યું કે, ફરીથી તમને ફોન કરવામાં આવશે. 

ચક્રવાતી તોફાન ફાનીએ શુક્રવારે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કર્યો હતો. શનિવારે સવારે પશ્ચિમ બંગાળથી તે બાંગ્લાદેશ તરફ ફંટાઇ ગયું હતું. આ અગાઉ તૃણમુલ કોંગ્રેસે ચક્રવાત ફોનીના કારણે જમીની સ્થિતીની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં બદલે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી સાથે વાત કરવા માટે વડાપ્રધાન મોદીની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે મોદી દેશનાં સંઘીય ઢાંચાનું સન્માન નથી કરતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news