Petrol-Diesel ના વધતા ભાવ પર પહેલીવાર PM મોદીએ આપ્યું નિવેદન, આ કારણસર વધે છે ભાવ
પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવથી જનતા હેરાન પરેશાન છે. પીએમ મોદીએ પહેલીવાર વધતા ભાવ અંગે નિવેદન આપ્યું છે. તેમણે આ ભાવવધારાનું કારણ જણાવ્યું છે.
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલ (Petrol-Diesel)ના રેકોર્ડતોડ ભાવ વચ્ચે પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ હાલની સ્થિતિ માટે પૂર્વની સરકારોને જવાબદાર ઠેરવી છે. PM મોદી (PM Modi) એ કહ્યું કે જો પૂર્વની સરકારોએ ઉર્જા આયાતની નિર્ભરતા પર ધ્યાન આપ્યું હોત તો મધ્યમ વર્ગને આવી મુશ્કેલીઓ ન પડત. અત્રે જણાવવાનું કે ઓઈલના ભાવમાં છેલ્લા 10 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં હાલ પેટ્રોલના ભાવ 90 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે. કેટલીક જગ્યાઓ પર તો 100 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સીધી રીતે ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે 2019-20માં ભારતે પોતાની ઘરેલુ માંગણીને પૂરી કરવા માટે 85ટકા ઓઈલ અને 53 ટકા ગેસ આયાત કર્યા છે. તામિલનાડુમાં એન્નોર-થિરુવલ્લૂર-બેંગલુરુ-પુડ્ડુચેરી-નાગાપટ્ટિનમ-મદુરાઈ-તુતિકોરિન પ્રાકૃતિક ગેસ પાઈપલાનના રામનાથપુરમ-થૂથૂકુડી ખંડનું ઉદ્ધાટન કર્યા બાદ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે શું આપણે આયાત પર આટલું નિર્ભર હોવું જોઈએ? હું કોઈની આલોચના કરવા માંગતો નથી, પરંતુ એટલું જરૂર કહેવા માંગુ છું કે જો આપણે આ વિષય પર ધ્યાન આપ્યું હોત તો આપણા મધ્યમ વર્ગે બોજો ઉઠાવવો ન પડત.
Free Hand મળતા જ ભારતીય સેનાએ કરી આ કાર્યવાહી, બાજી પલટી અને ચીનના હોશ ઠેકાણે આવ્યા
હવે Ethanol પર ફોકસ
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે સ્વચ્છતા અને હરિત ઉર્જાના સ્ત્રોતોની દિશામાં કામ કરવું અને ઉર્જા નિર્ભરતાને ઓછી કરવી આપણું સામૂહિક કર્તવ્ય છે. અમારી સરકાર મધ્યમ વર્ગની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનશીલ છે અને ભારત હવે ખેડૂતો અને ગ્રાહકોને મદદ કરવા માટે ઈથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે શેરડીથી મેળવવામાં આવતું ઈથેનોલ આયાતને ઓછી કરવામાં મદદરૂપ થશે અને ખેડૂતોને આવકનો એક વિકલ્પ પણ આપશે.
West Bengal: બોમ્બ હુમલામાં મંત્રી Jakir Hossain ગંભીર રીતે ઘાયલ, ઘટનાનો VIDEO આવ્યો સામે
પીએમ મોદીએ જણાવી યોજના
પીએમ મોદીએ કહ્યું કે સરકાર ઉર્જાના અક્ષય સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને 2030 સુધી દેશમાં 40 ટકા ઉર્જા ઉત્પાદન થશે. તેમણે કહ્યું કે લગભગ 6.52 કરોડ ટન પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરાઈ છે. આ સંખ્યા હજુ પણ વધવાની આશા છે. આપણી કંપનીઓએ ગુણવત્તાવાળા તેલ અને ગેસ પરિસંપત્તિઓના અધિગ્રહણમાં વિદેશમાં રોકાણ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે પાંચ વર્ષોમાં તેલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં 7.5 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી છે. આ અવસરે તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, રાજ્યના મુખ્યમંત્રી ઈ કે પલાનીસામી અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube