નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કોરોના વાયરસ મહામારી દાયકાઓમાં માનવતા સામે આવેલું સૌથી ખરાબ સંકટ છે જેણે સમગ્ર દુનિયાને બદલી નાખી છે. તેમણે કહ્યું કે મહામારીએ દરેક દેશને પ્રભાવિત કર્યો છે અને કોરોના બાદ આપણી દુનિયા પહેલી જેવી નહીં હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિતોના દુ:ખમાં સામેલ
બુદ્ધ પૂર્ણિમાના અવસરે વૈશાખ વૈશ્વિક સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધતા પીએમ મોદીએ આ મહામારીમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે આ મહામારીમાં જેમણે પોતાના સ્વજન ગુમાવ્યા અને જે તેનાથી પીડિત રહ્યા તેઓ તેમના દુ:ખમાં સામેલ છે. 


પીએમ મોદીએ કહ્યું કે ભારત આ પડકારનો મજબૂતાઈથી સામનો કરી રહ્યો છે અને તેમાં રસીની ભૂમિકા મહત્વની છે. તેમણે કહ્યું કે, 'કોવિડ-19 દાયકાઓમાં માનવતા સામે આવેલું સૌથી ખરાબ સંકટ છે. આપણા ગત એક સદીમાં આવી મહામારી જોઈ નથી. કોરોનાએ દુનિયાને બદલી નાખી છે.'


રસી કોરોનાને હરાવશે
તેમણે કહ્યું કે કોવિડ-19 બાદ પૃથ્વી પહેલા જેવી નહીં રહે અને આપણે ઘટનાઓને આવનારા સમયમાં કોરોનાથી પહેલા કે કોરોના બાદની ઘટનાઓ સ્વરૂપમાં યાદ રાખીશું. 


પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે આ મહામારીને લઈને ખુબ સારી સમજ વિક્સિત થઈ છે. આપણી પાસે રસી ઉપલબ્ધ છે જે લોકોના જીવ બચાવવામાં અને મહામારીને હરાવવા માટે મહત્વપૂર્ણ છે. ભારતને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. 


અત્રે જણાવવાનું કે આ આયોજન ભારત સરકારનું સાંસ્કૃતિ મંત્રાલય આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ (આઈબીસી) ના સહયોગથી કરે છે. જેમાં દુનિયાભરના બૌદ્ધ સંઘોના સર્વોચ્ચ પ્રમુખ સામેલ હોય છે. આ સમારોહને દુનિયાના 50થી વધુ પ્રમુખ બૌદ્ધ ધાર્મિક નેતાઓ સંબોધિત કરશે. 


વૈશાખ બુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મ, બુદ્ધત્વની પ્રાપ્તિ અને મહા પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.