નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કિસાનોને ભેટ આપતા ડાઇઅમોનિયા ફાસ્ટેટ (DAP) ખાતરની એક બેગની કિંમતને ઘટાડી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ બુધવારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધા ભાવમાં મળશે ખાતર
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યુ- સરકાર કિસાનોનું જીવન સારૂ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેથી આંતરરાષ્ટ્રીય મૂલ્યોમાં વધારા છતાં અમે જૂના દર પર ખાતર ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. આજના નિર્ણય બાદ DAP ખાતરની એક બેગ 2400ની જગ્યાએ 1200 રૂપિયામાં મળશે. 


હવે મળશે 140 ટકા સબ્સિડી
હકીકતમાં સરકારે DAP પર મળનાર સબ્સિડી પ્રતિ બેગ 500 રૂપિયાથી વધારી 1200 રૂપિયા કરી દીધી છે. સરળ શબ્દોમાં કહીએ તો સબ્સિડીને 140 ટકા કરી દીધી છે. હવે કિસાનોએ 2400 રૂપિયામાં મળતી ખાતરની બેગ માટે અડધી કિંમત એટલે કે 1200 રૂપિયા ચુકવવા પડશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


કોરોના કાળમાં અનોખી ટૂર ઓફર, માત્ર આટલા રૂપિયામાં વિદેશની ટ્રિપ, સાથે ફ્રી વેક્સિન  


હાલમાં વધ્યા છે 60-70 ટકા ભાવ
ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે ડીએપીની કિંમત 1700 રૂપિયા પ્રતિ બેગ હતી. તેના પર કેન્દ્ર સરકાર 500 રૂપિયા સબ્સિડી આપતી હતી. આ રીતે કિસાનોએ પ્રતિ બેગ ખાતર માટે 1200 રૂપિયા ચુકવવા પડતા હતા. પરંતુ હાલમાં ડીએપીના ઉપયોગ થનાર ફોસ્ફોરિક એસિડ  (PhosPhoric Acid), અમોનિયા (Amonia) વગેરેની કિંમતમાં 60-70 ટકા જેટલો વધારો થયો હતો. તેના કારણે ડીએપીની એક બેગની કિંમત 2400 રૂપિયા થઈ ગઈ હતી. સબ્સિડી ઘટાડીને ખાતરની બેગનું વેચાણ કંપનીઓ 1900 રૂપિયામાં કરી રહી હતી. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube