કોરોના કાળમાં અનોખી ટૂર ઓફર, 24 દિવસ માટે જાવ રશિયા અને સાથે ફ્રી મળશે ' Sputnik V' વેક્સિન

દિલ્હીની એક ટ્રાવેલ એજન્સીએ દિલ્હીથી મોસ્કો માટે 24 દિવસના પેકેજ ટૂરની શરૂઆત કરી છે. આ પેકેજ હેઠળ યાત્રીકોને રશિયા બોલાવવામાં આવશે. 

કોરોના કાળમાં અનોખી ટૂર ઓફર, 24 દિવસ માટે જાવ રશિયા અને સાથે ફ્રી મળશે ' Sputnik V' વેક્સિન

નવી દિલ્હીઃ જો  તમને કોરોના વેક્સિન (Corona Vaccine) લગાવવા માટે સ્લોટ મળી રહ્યો નથી અને તમે પૈસા ખર્ચ કરવા માટે તૈયાર છો તો ટૂર એન્ડ ટ્રાવેલ કંપની (Tour & Travel Company) તમારા માટે અનોખી ઓફર લઈને આવી છે. આ ઓફર દ્વારા તમને વેક્સિન લાગી જશે અને ફરવાની મજા પણ માણી શકો છો. 

કોરોના કાળમાં અનોખી ઓફર
કોરોના મહામારીની સૌથી વધુ અસર ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી પર પડી છે. અનેક દેશોએ સરહદ બંધ કરી દીધી છે અને દેશની બહાર ફરવુ એક સપનાની જેમ થઈ ગયું છે. કોરોના પર કાબુ મેળવવા માટે દુનિયામાં વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. તેવામાં એક ટ્રાવેલ એજન્સીએ વેક્સિન અને ટૂરિઝમને સાથે જોડીને લોકો માટે અનોખી ઓફર કાઢી છે. 

Cyclone Tauktae Rescue: 'બાર્જ P-305' જહાજમાંથી નૌસેનાને મળ્યા 22 મૃતદેહ, હજુ 65 લાપતા, 186ને બચાવાયા  

સ્પૂતનિકના બન્ને ડોઝ લાગશે
દિલ્હીની એક ટ્રાવેલ એજન્સીએ દિલ્હીથી મોસ્કો માટે 24 દિવસના પેકેજ ટૂરની શરૂઆત કરી છે. આ પેકેજ હેઠળ યાત્રીકોને રશિયા બોલાવવામાં આવશે. Sputnik V Vaccine ના બે ડોઝ ઓફર કરવામાં આવશે અને સાથે તેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 

કેટલા રૂપિયાનું છે પેકેજ
આ પેકેજની ખાસ વાત છે કે ટૂરિસ્ટ આ બે ડોઝની વચ્ચે રશિયામાં અનેક જગ્યાએ ફરવાની મજા લઈ શકે છે. આ પેકેજની કુલ કિંમત 1 લાખ 38 હજાર 700 રૂપિયા છે અને તેમાં વેક્સિનનો ખર્ચ સામેલ છે પરંતુ વીઝા ચાર્જ અને ટેક્સ અલગથી આપવો પડશે. 

શું-શું મળશે પેકેજમાં
24 રાત અને 25 દિવસના પેકેજમાં વેક્સિનના બે ડોઝ, દિલ્હી-મોસ્કોની હવાઈ ટિકિટ, સેન્ટ પીટર્સબર્ગની 3 સ્ટાર હોટલમાં ચાર દિવસ રોકાવાની સુવિધા, મોસ્કોની 3 સ્ટાર હોટલમાં 20 દિવસ રોકાવાની સુવિધા, મોસ્કો-સેન્ટ પીટર્સબર્ગ આવવા જવા માટે ટ્રેન ટિકિટ સિવાય 28 દિવસ સુધી બ્રેકફાસ્ટ અને ડિનર પણ સામેલ છે.

સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે ઓફર
વેક્સિન ટૂરિઝમની આ ઓફર લલચામણી છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. શ્વાસ રોગ નિષ્ણાંત ડો. આશીષ જાયસવાલ પ્રમાણે તેવામાં જ્યારે કોરોના સંક્રમણ ફેલાય રહ્યું છે તે સમયે એરપોર્ટ પર જવું કે કોઈ બીજા દેશમાં યાત્રા કરવી જીવ પર ભારે પડી શકે છે. પરંતુ ટૂરિઝમ કંપનીની આ ઓફર લોકોને ખુબ પસંદ આવી રહી છે અને લોકો સતત ફોન કરી જાણકારી મેળવી રહ્યાં છે. પરંતુ આ ઓફર તમારા સ્વાસ્થ્યને ખતરામાં મુકી શકે છે તેથી વિચારીને નિર્ણય કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news