નવી દિલ્હી: આજે આખો દેશ આઝાદીના 72માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આજે સવારે 7.30 વાગે લાલ કિલ્લાની પ્રાચિર પર તિરંગો ફરકાવ્યો. વડાપ્રધાને રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીનું લાલ કિલ્લા પરની પ્રાચિરથી આજે છેલ્લું ભાષણ છે. તિરંગો ફરકાવ્યા બાદ જનમનગણ...ની ધુન સાંભળીને દરેક ભારતીયની છાતી પહોળી થતી હોય છે. બીજી બાજુ પોતાનું રાષ્ટ્રગીત સાંભળીને પીએમ મોદીની આંખોમાં આસું આવી ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા પર તિરંગો લહેરાવ્યો. લાલ કિલ્લા પર તોપોની સલામી અને રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન થયું. આ અવસરે પીએમ મોદી રાષ્ટ્રગીતના બોલ સાંભળીને ભાવવિભોર થઈ ગયાં. રાષ્ટ્રગીત ગાતા ગાતા પીએમનું ગળું પણ રુંધાઈ ગયું. 



લાલ કિલ્લા પર ધ્વજવંદનના કાર્યક્રમમાં દેશના અનેક રાજનેતાઓ હાજર છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સામેલ છે. સ્વતંત્રતા દિવસના અવસરે દેશના ખુણા ખુણાને સજાવવામાં આવ્યો છે. સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.