મોદી સરકારઃ બીજો કાર્યકાળ, પ્રથમ વર્ષ અને ખાતામાં અનેક સિદ્ધિઓ
મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં કોરોના સંકટે અર્થવ્યવસ્થાને ભાંગી નાખી છે. હવે પીએમ મોદીની અપીલ પર દેશની જનતા જો વિદેશી ઉત્પાદકોના સ્થાને લોકલ ઉત્પાદકોનો વધુ ઉપયોગ કરે છે અને તેના સારા પરિણામ આવે છે તો આ મોદી સરકાર 2.0ના પ્રથમ વર્ષની મોટી સિદ્ધિઓમાંથી એક ગણવામાં આવશે.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર 2.0 આજે શનિવારે પોતાનું એક વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આમ તો મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના એક વર્ષમાં ઘણી સિદ્ધિ હાસિલ કરી લીધી છે.
મોદી સરકારના ખાતામાં બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેડ 370ને સમાપ્ત કરવો, ત્રિપલ તલ્લાક વિરુદ્ધ કાયદો અને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) બનાવવો સૌથી મોટી સિદ્ધિના રૂપમાં નોંધાયેલ છે.
સવા સો ગરીબ કલ્યાણ યોજનાઓ
પીએમ મોદીના નેૃત્વમાં પ્રથમ પાંચ વર્ષોમાં સરકારે ગરીબ જનતાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખતા નાના-મોટા ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રો માટે લગભગ સવાસો ગરીબ કલ્યાણ યોજનાને શરૂ કરી છે. જેનો સીધો ફાયદો ગ્રામીણ ક્ષેત્રો અને શહેરી ક્ષેત્રોમાં રહેનાર ગરીબ જનતાને મળ્યો છે.
પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકારના પ્રથમ પાંચ વર્ષોમાં બે એવી તક પર આતંકવાદ વિરુદ્ધ પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા આતંકીઓ હુમલા બાદ પીઓકેમાં આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક અને જાન્યુઆરી, 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરીને મોટી સંખ્યામાં આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
સંઘનું સપનું થયું સાકાર
2019ની લોકસભા ચૂંટણીમાં ગરીબ કલ્યાણ યોજનાઓ, ભ્રષ્ટાચાર પર નિયંત્રણની સાથે-સાથે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક પણ મોટા મુદ્દા બન્યા હતા. જનતાએ એકવાર ફરી પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપને 2019ની લોકસભા ચૂંટણીમાં (2014 કરતા 22 સીટ ધુ એટલે કે 303 સીટ પર જીત) બહુમત મળ્યો હતો.
ઘણા દાયકાઓથી પોતાની વિચારધારાના મુખ્ય મુદ્દાને લઈને ભાજપના કાર્યકર્તાઓ અને સંઘના સ્વયંસેવક જમીન પર લડાઇ લડી રહ્યાં હતા અને સપના જોતા હતા કે જ્યારે કેન્દ્રમાં અમારી પાર્ટીની પાસે પૂર્ણ બહુમતની સરકાર હશે તો આ મુદ્દાને સંસદથી પાસ કરાવીને અમારા સપના સાકાર કરીશું.
પીએમ મોદીના નેતૃત્વમાં 2019ની ચૂંટણીમાં આટલી મોટી જીત બાદ મોદી સરકાર 2.0ના પ્રથમ વર્ષમાં કાશ્મીરમાંથી કલમ 370ને હટાવવી, જમ્મુ-કાશ્ીર અને લેહ-લદ્દાખને કેન્દ્ર શાસિત બનાવવાનો કાયદો, ત્રિપલ તલ્લાક વિરુદ્ધ કાયદો અને નાગરિકતા સંશોધન બિલને સંસદના બંન્ને ગૃહમાંથી પાસ કરાવીને તેના પર કાયદો બાવી ભાજપ કાર્યકર્તાઓ અને સંઘ સ્વયંસેવલોના દાયકાઓ જૂના સપનાને સાકાર કર્યા છે.
રામ મંદિર પર નિર્ણય
મોદી સરકારના 2.0ના પ્રથમ વર્ષમાં 70 વર્ષથી પેન્ડિંગ રામ મંદિર અને બાબરી મસ્જિદ વિધ્વંસ મામલામાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો રામ મંદિરના પક્ષમાં આપ્યો હતો. સૌથી મોટી વાત તે રહી કે રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ મોદી સરકારના 2.0ના પ્રથમ વર્ષમાં શરૂ થઈ ગયું છે.
PM મોદીનો જનતાને નામે પત્ર, કહ્યુ- 1 વર્ષમાં લેવાયેલા નિર્ણય મોટા સપનાની ઉડાન
હજુ પણ બે મોટા મુદ્દા બાકી
હવે જોવામાં આવે તો ભાજપની વિચારધારા સાથે જોડાયેલા બે મુખ્ય મુદ્દા એક સમાન આચાર સંહિતા અને બીજો એનઆરસી મોદી સરકારના એજન્ડામાં રહી ગયા છે. પરંતુ જે રીતે મોદી સરકાર-2 એક બાદ એક વિચારધારા સાથે જોડાયેલા મુદ્દાને સંસદમાં બહુમતથી પાસ કરાવીને કાયદો બનાવી રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે કોમન સિવિલ કોડ અને એનઆરસી મોદી સરકાર-2ના કાર્યકાળમાં કાયદો બની જશે.
મોદી સરકાર 2.0એ પ્રથમ વર્ષમાં દેશમાં આર્થિક સુધારની દિશામાં 10 સરકારી બેન્કોનો વિલય કરીને ચાર મોટી બેન્ક બનાવવાના નિર્ણયની સાથે, ઘણા મોટા આર્થિક સુધારના પગલાં પણ ભર્યા છે.
હવે લોકલ માટે વોકલનો નારો
જ્યારે ભારત જ નહીં વિશ્વમાં કોરોના સંક્રમણને કારણે જે આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે પીએમ મોદીએ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે મહાત્મા ગાંધી અને સંઘના સ્વદેશી અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખતા લોકલ માટે વોકલનો નારો આપ્યો છે.
મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં કોરોના સંકટે અર્થવ્યવસ્થાને ભાંગી નાખી છે. હવે પીએમ મોદીની અપીલ પર દેશની જનતા જો વિદેશી ઉત્પાદકોના સ્થાને લોકલ ઉત્પાદકોનો વધુ ઉપયોગ કરે છે અને તેના સારા પરિણામ આવે છે તો આ મોદી સરકાર 2.0ના પ્રથમ વર્ષની મોટી સિદ્ધિઓમાંથી એક ગણવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર