Mission Karnataka: કોંગ્રેસ-JDSના ગઢમાં PM મોદીનો રોડ શો, કરોડો રૂપિયાના પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ
PM Modi In Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફરી એકવાર કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદી કર્ણાટકના માંડ્યામાં રોડ શો કરી રહ્યા છે.
Mission Karnataka: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ફરી એકવાર કર્ણાટક પહોંચ્યા છે. જ્યાં તેઓ માંડ્યામાં રોડ શો કરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં પીએમની કર્ણાટકની આ છઠ્ઠી મુલાકાત છે. રાજ્યમાં આગામી બે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન કોંગ્રેસ-જેડીએસના ગઢ માંડ્યા અને હુબલી-ધારવાડ જિલ્લામાં લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
કર્ણાટકના માંડ્યામાં પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન બીજેપી સમર્થકો અને સ્થાનિકોએ તેમના પર ફૂલો વરસાવ્યા હતા.
અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?
ગુજરાત કોંગ્રેસમાં બળવાના એંધાણ : સૌરાષ્ટ્રના મોટાગજાના નેતા કરી શકે છે નવાજૂની
ઉનાળામાં Heart ને રાખવું હોય Healthy તો Daily Dietમાં સામેલ કરો આ 6 વસ્તુ
PM મોદી મૈસુર-કુશલનગર 4-લેન NHનો શિલાન્યાસ પણ કરશે
વડાપ્રધાન મૈસુર-કુશલનગર 4-લેન હાઈવેનો શિલાન્યાસ પણ કરશે. 92 કિલોમીટરમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ લગભગ 4130 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ કુશલનગરની બેંગલુરુ સાથેની કનેક્ટિવિટી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે અને મુસાફરીનો સમય લગભગ 5 થી ઘટાડીને માત્ર 2.5 કલાક કરવામાં મદદ કરશે.
આ સિવાય પીએમ મોદી IIT ધારવાડને રાષ્ટ્રને સમર્પિત કરશે. ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન મોદીએ સંસ્થાનો શિલાન્યાસ કર્યો હતો. 850 કરોડથી વધુના ખર્ચે વિકસિત, સંસ્થા હાલમાં 4 વર્ષની બી.ટેક.ની ડીગ્રી પ્રદાન કરે છે.
આ પણ વાંચો:
Agniveer Recruitment 2023: અગ્નિવીરોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર, ચુકતા નહીં આ મોકો
ડુંગળી સમારતી વખતે નહીં નીકળે આંખમાંથી પાણી, આ ટ્રીક અજમાવવાથી સમસ્યા થશે દૂર
રાશિફળ 12 માર્ચ : જાણો આજે કઇ રાશિમાં શું બની રહ્યાં છે સારા-ખરાબ યોગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube