નવી દિલ્હી: ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારના અચનાક લેહની મુલાકાત લીધી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇ જવાનોનો જોશ હાઇ હતો. પીએમ મોદીને મળી ઉત્સાહી જવાનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. સીમા પર તૈનાત જવાનોનો આ વીડિયો સૌશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વિદેશમાં બોલિવૂડ ઈવેન્ટનું આયોજન કરતા પાકિસ્તાની ઓર્ગેનાઈઝરને ભારતે કર્યો બ્લેકલિસ્ટ


પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીન સૈનિકોની વચ્ચે લોહિયાળ સંઘષના થોડા દિવસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવતની સાથે શુક્રવારના લેહ પહોંચ્યા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીમા પર પરિસ્થિતિનું નિરિક્ષણ કરવાની સાથે ભારતીય સેનાની તૈયારીઓની પણ જાણકારી મેળવી હતી.


આ પણ વાંચો:- લેહથી પરત ફરી દિલ્હીમાં મહત્વની બેઠક કરશે પીએમ મોદી, જાણો વિગતો


લેહની ધરતીથી PM મોદીએ 'વિસ્તારવાદી' ચીનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું?


તમને જણાવી દઇએ કે, 15 જૂનના પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીન સૈનિકોની વચ્ચે લોહીયાળ સંઘર્ષ થયો હતો. આ સંઘર્ષમાં ભારતના 10 જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ ભારે નુકસાન થયું છે. આ સંઘર્ષ બાદથી ચીન અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube