નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 (UP Assembly Elections) અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં છે. 10 દિવસમાં આ બીજીવાર બન્યું છે કે પીએમ મોદી વારાણસી પહોંચ્યા છે. પીએમ મોદીએ યુપીમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે થનારા વિકાસ કાર્યોના પ્રોજેક્ટની સમીક્ષા કરી. આ સાથે જ પીએમ મોદીએ અનેક વિકાસ પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી વારાણસીથી લગભગ 12 કિમી દૂર કરખિયાંવ સ્થિત સભાસ્થળ પર રોડ માર્ગે પહોંચ્યા. અહીં તેમણે 870.16 કરોડથી વધુ ખર્ચવાળા 22 વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું આ સાથે જ 1225.51 કરોડના પાંચ પ્રોજેક્ટની આધારશીલા રાખી જેમાંથી સૌથી મોટો પ્રોજેક્ટ 475 કરોડનો કરખિયાંવમાં બનાસ ડેરી સંકુલ છે. પીએમ મોદીના હસ્તે વારાણસીમાં બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. વારાણસીમાં 475 કરોડના ખર્ચે બનાસ ડેરીનો પ્લાન્ટ સ્થપાશે. જેનાથી યુપીના ખેડૂતો અને પશુપાલકોને સીધો લાભ થશે. આ ઉપરાંત ઓલ્ડ કાશીના છ વોર્ડનો પુર્નવિકાસ, બેનિયાબાગમાં પાર્કિંગ અને પાર્ક, નદેસર અને સોનભદ્ર તળાવોનું બ્યુટિફિકેશન, રમનામાં 50 એમએલડી સીવેજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને સ્માર્ટ સિટી મિશન હેઠળ 720 સ્થાનો પર લગભગ 1400 ઉન્નત નિગરાણી કેમેરા લગાવવાના કાર્યનો શુભારંભ કરાવ્યો. 


ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે- પીએમ
પીએમ મોદીએ ત્યારબાદ જનસભા સંબોધી જેમાં તેમણે કહ્યું કે આપણા ત્યાં ગાયની વાત કરવી, ગોબર ધનની વાત કરવી, કેટલાક લોકોએ એવા હાલાત પેદા કરી દીધા છે કે જાણે આપણે કોઈ ગુનો કરી રહ્યા છીએ. ગાય કેટલાક લોકો માટે ગુનો હોઈ શકે છે, અમારા માટે ગાય માતા છે. પૂજનીય છે. આ સાથે તેમણે કહ્યું કે બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયા છે. રામનગરના દૂધ પ્લાન્ટને ચલાવવા માટે બાયોગેસ આધારિત પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ થયો છે. પીએમ મોદીએ કહ્યું કે આજે યુપીના લાખો લોકોને પોતાના ઘરના કાયદાકીય દસ્તાવેજો પણ સોંપવામાં આવ્યા છે. 


ઓમિક્રોનના કારણે ભારતમાં બહુ જલદી આવશે ત્રીજી લહેર, એક્સપર્ટનો દાવો- દૈનિક આટલા કેસ આવી શકે


 


લુધિયાણા: કોર્ટ પરિસરમાં થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત, CM ચન્નીએ કહ્યું- 'હુમલા પાછળ દેશ વિરોધી તાકાતો'


તેમણે કહ્યું કે શ્વેત ક્રાંતિમાં નવી ઉર્જા ખેડૂતોની સ્થિતિ બદલવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. આ વિશ્વાસના અનેક કારણ પણ છે. પહેલું એ કે દેશના નાના ખેડૂતોની વધારાની આવકનું સાધન પશુપાલન છે. બીજું એ કે ભારતના ડેરી પ્રોડક્ટની પાસે વિદેશોનું ખુબ મોટું બજાર છે. જેમાં આગળ વધવાની સંભાવનાઓ છે. ત્રીજું એ કે પશુપાલન મહિલાઓના આર્થિક ઉત્થાનને આગળ વધારવાનો મોટો રસ્તો છે. ચોથું એ કે આપણું પશુધન બાયોગેસ, જૈવિક ખેતી, પ્રાકૃતિક ખેતીનો મોટો આધાર છે. જે પશુ દૂધ આપવા યોગ્ય નથી રહેતા તે પણ દરરોજ ખેડૂતોની આવક વધારી શકે છે. 


પીએમએ કહ્યું કે ડબલ એન્જિનની અમારી સરકાર પૂરી ઈમાનદારીથી પૂરી શક્તિથી ખેડૂતો અને પશુપાલકોનો સાથ આપી રહી છે. આજે અહીં બનાસ-કાશી સંકુલનો શિલાન્યાસ થયો. તે પણ સરકાર અને સહકારની ભાગીદારીનું પ્રમાણ છે. બનાસ-કાશી સંકુલના કારણે આસપાસના અનેક ગામડાઓમાં દૂધ સમિતિઓ બનશે. દૂધ ખરાબ થવાની ચિંતામાંથી મુક્તિ મળશે. એક પ્રકારે બનાસ-કાશી સંકુલ બનારસના રસને વધુ આગળ વધારશે. દૂથની ક્વોલિટીને લઈને આપણા ત્યાં ખુબ મથામણ રહી છે. પ્રમાણિકતા માટે અલગ અલગ વ્યવસ્થાઓના કારણે પશુપાલકો, દુધસંઘો, ડેરી સેક્ટરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આ પડકારનું સમાધાન આવી ગયું છે. આજે ભારતીય માનક બ્યૂરોએ દેશભર માટે એકીકૃત વ્યવસ્થા જારી કરી છે. સર્ટિફિકેશન માટે કામધેનુ ગાયની વિશેષતાવાળો લોગો પણ લોન્ચ કરાયો છે. આ લોગો દેખાશે તો શુદ્ધતાની ઓળખ સરળ રહેશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube