પુલવામા આતંકી હુમલા પર PM મોદીનું સૌથી મોટું નિવેદન, કહ્યું- `બદલો લેવા માટે અપાઈ પૂરેપૂરી આઝાદી`
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની પહેલી એન્જિન રહીત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, પુલવામા આતંકી હુમલા પર આ દરમિયાન બોલતા પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે અત્યારે દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. શહીદોના પરિવાર સાથે સમગ્ર ભારતની સંવેદનાઓ છે. આતંકીઓ અને તેમના આકાઓએ મોટી કિંમત ચૂકવવી પડશે. આતંક વિરુદ્ધ અમારી લડત તેજ થશે. અમે જડબાતોડ જવાબ આપીશું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની પહેલી એન્જિન રહીત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, પુલવામા આતંકી હુમલા પર આ દરમિયાન બોલતા પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે અત્યારે દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. જવાનોની શહાદતનો બદલો લેવા માટે સુરક્ષા દળોને પૂરેપૂરી આઝાદી અપાઈ છે. અમને અમારા સૈનિકોના શૌર્ય પર પૂરેપૂરો ભરોસો છે. આતંકવાદ હવે વધુ સમય સુધી ચાલી શકશે નહીં.
પુલવામા હુમલો: CCS બેઠકમાં લેવાયો મોટો નિર્ણય, પાકિસ્તાન પાસેથી પાછો ખેંચાયો MFNનો દરજ્જો
તેમણે કહ્યું કે દેશમાં કઈંક કરી દેખાડવાની ભાવના છે. હું દેશને ખાતરી અપાવું છું કે હુમલાના ગુનેહગારોને તેમણે જે કર્યું છે તેની સજા ચોક્કસ મળશે. શહીદોના પરિવાર સાથે સમગ્ર ભારતની સંવેદનાઓ છે. આતંક વિરુદ્ધ અમારી લડત તેજ થશે. અમે જડબાતોડ જવાબ આપીશું. તેમણે કહ્યું કે હું આતંકી સંગઠનો અને તેમને આશ્રય આપનારાઓને કહેવા માંગુ છું કે તેઓએ ખુબ મોટી ભૂલ કરી નાખી છે. તેમણે મોટી કિંમત ચૂકવવી પડશે.
પુલવામા આતંકી હુમલો: ગંભીર ચેતવણી હોવા છતાં 'આ' એક મોટી ભૂલના કારણે 44 જવાનો થયા શહીદ?