દેશમાં મફતની રેવડી વહેંચીને મત ભેગા કરવાનું કલ્ચર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે- PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો ઉદ્ધાટન કર્યું. આ વિશેષ આયોજનના અવસરે પીએમ મોદી જાલૌન પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત યુપી કેબિનેટના અનેક મંત્રીઓ મંચ પર હાજર રહ્યા.
Bundelkhand Expressway Inauguration: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનો ઉદ્ધાટન કર્યું. આ વિશેષ આયોજનના અવસરે પીએમ મોદી જાલૌન પહોંચ્યા. આ દરમિયાન પીએમ મોદી સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત યુપી કેબિનેટના અનેક મંત્રીઓ મંચ પર હાજર રહ્યા.
બુલંદીનો એક્સપ્રેસ વે
28 મહિનામાં બનીને તૈયાર થયેલા આ એક્સપ્રેસ વેના ઉદ્ધાટન બાદ દિલ્હીથી યુપીના ચિત્રકૂટનું અંતર ઘટીને સાત કલાક થઈ જશે. 296 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વેને બનાવવામાં ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. આ એક્સપ્રેસ વેમાં 24 કલાક એમ્બ્યુલન્સની સુવિધા રહેશે. 2020માં તેનો શિલાન્યાસ થયો હતો અને આજે 16 જુલાઈ 2022ના રોજ પીએમ મોદીના હસ્તે તેનું ઉદ્ધાટન થયું.
એક્સપ્રેસ વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત- પીએમ મોદી
આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ એક્સપ્રેસ વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત છે. જે ધરતીએ અગણિત શૂરવીર પેદા કર્યા જ્યાંના લોહીમાં ભારતભક્તિ વહે છે, જ્યાંના પુત્ર-પુત્રીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, તે બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની આ ભેટ આપતા મને વિશેષ ખુશી મળી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે બુંદેલખંડ એક્સપ્રેસ વેથી ચિત્રકૂટનું અંતર 3-4 કલાક તો ઓછું થયું જ છે પરંતુ તેનો લાભ તેનાથી પણ અનેકગણો વધુ છે. આ એક્સપ્રેસ વે અહીં વાહનોને ગતિ આપવા સાથે સમગ્ર બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ ગતિ આપશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube