મોદી સરકારની સમગ્ર દુનિયામાં ‘જય-જય’, ‘સૌથી નબળા દેશો’માંથી બહાર નિકળી રચ્યો ઇતિહાસ
દેશ છેલ્લા પાંચ વર્ષમાં કૌભાંડ પાછળ છોડી યોજનાઓની તરફ આગળ વધ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા દુનિયા ભારતને એવા દેશ તરીકે જોતો હતો જ્યાં માત્ર કોભાંડ, વીજળીની તંગી અને નાણાકીય સંકટના સમાચાર આવતા હતા.
મુંબઇ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે, ‘સૌથી નબળા પાંચ દેશ’થી બહાર નિકળી દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થામાં ગણતરી થઇ ગઇ છે. ભાજપના બૂથ સ્તરીય કાર્યકર્તાઓનો વીડિયો કાંફ્રેસિંગ દ્વારા સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલા ભારતની સરકાર કૌભાંડના કારણેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચર્ચામાં રહેતી હતી. હાલમાં કૌભાંડનો નહીં, નવી યોજનાઓ પર ચર્ચાઓ થાય છે. તેમણે કહ્યું કે દેશ છેલ્લા પાંચ વર્ષમાં કૌભાંડ પાછળ છોડી યોજનાઓની તરફ આગળ વધ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા દુનિયા ભારતને એવા દેશ તરીકે જોતો હતો જ્યાં માત્ર કોભાંડ, વીજળીની તંગી અને નાણાકીય સંકટના સમાચાર આવતા હતા.
વધુમાં વાંચો: કર્ણાટકામાં કોંગ્રેસી ધારાસભ્યો વચ્ચે મારામારી, MLA આનંદ સિંહ થયા ઇજાગ્રસ્ત: સૂત્ર
પરંતુ હવે દૃશ્ય બદલાઈ ગયું છે અને દુનિયા ભારતને વિશ્વાસની સાથે જોવે છે. માઓવાદી હિંસાના મુદ્દા પર મોદી કહ્યું કે આ એક મોટી સમસ્યા હતી, પરંતુ હવે તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તે કેટલાક જિલ્લાઓ સુધી સીમિત રહી ગઇ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં સુરક્ષા દળોની બહાદુરી અને જનતાના સમર્થનથી આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે રાષ્ટ્ર માઓવાદી હિંસાને સામે લડાઇ જીત્યા છે.
કુંભના કારણે UPને મળશે 1.2 લાખ કરોડની આવક, 6 લાખ રોજગારીનું થશે સર્જન
તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ઉત્તરી (વીજળી) ગ્રિડની નિષ્ફળતાના કારણે 70 કરોડ લોકોએ વીજળી વગર રહેતા હતા, પરંતુ આજે દરેક ઘરમાં વીજળીનું કનેક્શન છે. પ્રદાનમંત્રીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાને પહેલા મોંઘવારી અને ધીમી વૃદ્ધિનો પડકારનો સોમનો કરવો પડતો હતો. પરંતુ હવે મોંઘવારી ઓછી છે અને વૃદ્ધિ દર ઉંચો છે. આ છેલ્લા સાડા ચાર વર્ષમાં થયું છે. મોદીએ સોશિયલ મીડિયામાં ચાલી રહેલા # 5YearChallengeની પુષ્ઠભૂમિમાં બૂથ સ્તરીય કાર્યકર્તાઓ સાથે આ સંવાદ કર્યો હતો.
(ઇનપુટ: ભાષા)