નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આંદામાન અને નિકોબારના ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશની આઝાદીના આંદોલનને ધાર આપનાર વીર સાવરકર અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જેવા આઝાદીના અનેક તપસ્વિઓ સાથે જે ધરતી જોડાયેલી છે, આવા પુણ્ય સ્થળને વંદન કરુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યુ કે, સેવા અને સમર્પણના સંસ્કારોને આપણે સમૃદ્ધ કરવાના છે, આગળ વધવુ છે. બીમારી હોય કે વ્યાપાર, કારોબાર દરેક સમસ્યાનો સામનો કરવા અમે લાગ્યા છીએ. આપણા બધા વૈજ્ઞાનિક પણ કામ કરી રહ્યાં છે. આપણો પ્રયાસ હોવો જોઈએ કે આપણે ઘર-ઘર સુધી, દરેક પરિવાર સુધી સંવાદ બનાવી રાખીએ, આ મુશ્કેલ સમયમાં આપણે બધાને કામ આવવાનું છે. 


પીએમે કહ્યું કે, જ્યારે હું આંદામાન ગયો હતો, તો દેવસ્થળ તુલ્ય સેલ્યૂલર જેલના દર્શન કર્યાં હતા. મને પોર્ટબ્લેયરના દક્ષિણી છેડા પર તિરંગો ફરકાવવાનું પણ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ દરમિયાન  આંદામાન અને નિકોબારના સંપૂર્ણ અને સંતુલિત વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. 


મહારાષ્ટ્રમાં હવે અવાજથી થશે કોરોનાની તપાસ, આદિત્ય ઠાકરેએ કહ્યું- સાહિત થઈ ગઈ નવી ટેકનીક


એક આઇલેન્ડથી બીજા આઇલેન્ડ સુધી એર કનેક્ટિવિટીમાં સુધાર કરતા દેશના બાકી ભાગથી આઇસલેન્ડને Airways થી પણ જોડવામાં આવી રહ્યાં છે. પોર્ટ બ્લેયર એરપોર્ટનો મોટા પાયે વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. 


આઇલેન્ડના જીવનને સરળ બનાવવાનું કામ જારી
પીએમે કહ્યું કે, આ ક્ષેત્રના યુવાઓ માટે ઘણી Higher Educational Institutions બનાવવામાં આવી છે. આઇલેન્ડનું જીવન સરળ બનાવવા માટે, ત્યાં ખુશી લાવવા માટે જે જરૂરી કામ છે તે ઝડપથી પૂરા કરવામાં આવી રહ્યાં છે. 


પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપણા દેશનું સૌભાગ્ય છે કે આપણી પાસે અલગ-અલગ ભાગમાં અલગ-અલગ વસ્તુ છે. જેને આપણે વિકસિત કરી શકીએ, જેમ કે આંદામાન નિકોબારથી સી પ્રોડક્ટ્સ, કોરોનેટ પ્રોડક્ટ જેવા ઉદ્યોગોને અમે ગતિ આપવાના છીએ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube