નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'સિડની સંવાદ' ને 'ભારતમાં ટેક્નોલોજી વિકાસ તથા ક્રાંતિ' વિષય પર સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા, શક્તિ અને નેતૃત્વને નવો આકાર આપે છે. તેણે પ્રગતિ અને સમૃદ્ધિના અવસરોના એક નવા યુગની શરૂઆત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 નવેમ્બર સુધી 'સિડની સંવાદ'નું આયોજન
સિડની સંવાદ (Sydney Dialogue) નું 17 થી 19 નવેમ્બર સુધી આયોજન થયું છે. તે 'ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલીસી ઈન્સ્ટિટ્યૂટ' ની એક પહેલ છે. 'સિડની સંવાદ' માં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન (Scott Morrison) અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે (Shinzo Abe) પણ મુખ્ય ભાષણ આપશે. 


ડિજિટલ યુગ બધુ બદલી રહ્યો છે- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભારતના લોકો માટે મોટા સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન માટે આમંત્રણ આપ્યું. હું આ હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતા તરીકે જોઉ છું. ડિજિટલ યુગ આપણી ચારેબાજુ બધુ બદલી રહ્યો છે. તેણે રાજકારણ, અર્થવ્યવસ્થા અને સમાજને ફરીથી પરિભાષિત કર્યો છે. તે સાર્વભૌમત્વ, નૈતિકતા, કાયદા, અધિકારો અને સુરક્ષા પર નવા સવાલ ઉઠાવી રહ્યો છે. તે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા, શક્તિઅને નેતૃત્વને નવો આકાર આપી રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube