5G Launch: 4G નો ગયો જમાનો, હવે આવી ગયું 5G, PM મોદીએ કર્યું લોન્ચ, મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ
5G Launch today: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.
5G Launch: લાંબા ઈન્તેજાર બાદ આખરે ભારતમાં 5જી ઈન્ટરનેટ સેવા લોન્ચ થઈ ગઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2022ની શરૂઆત કરવાની સાથે સાથે દેશમાં 5જી સેવા પણ લોન્ચ કરી. આ લોન્ચિંગ બાદ ભારત હવે એવા દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં લેટેસ્ટ જનરેશનની ટેલિકોમ સર્વિસિસ મળશે. ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસની શરૂઆત આજથી એટલે કે પહેલી ઓક્ટોબરથી દિલ્હીના પ્રગતિ મેદાનથી થઈ છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે.
હાલ સમગ્ર દેશમાં નહીં મળે 5જી
જો કે શરૂઆતમાં દેશના તમામ શહેરોમાં આ 5જી સેવા ઉપલબ્ધ નહીં થાય. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત અમુક શહેરોમાં જ આ સેવા મળશે. 5જી સેવાનો વિસ્તાર આગામી વર્ષના અંત સુધીમાં પેન ઈન્ડિયા લેવલ પર થશે. હાલ મેટ્રો શહેરોમાં 5જી કનેક્ટિવિટી મળશે.
આટલા શહેરોમાં ઉપલબ્ધ થશે સેવા
પ્રધાનમંત્રીએ આજથી જે 5જી મોબાઈલ સેવાનો શુભારંભ કરાવ્યો તે ગણતરીના શહેરોમાં ઉપલબ્ધ થશે. પહેલા તબક્કામાં 13 શહેરોમાં 5જી સેવાની શરૂઆત થશે. જેમાં દિલ્હી, અમદાવાદ, બેંગ્લુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે સામેલ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube