PMની લઘુ અને મધ્યમ ઉદ્યોગની દિવાળીની ભેટ, 1 કલાકમાં મળશે 1 કરોડ રૂપિયા
વડાપ્રધાને કહ્યું કે નાના વ્યાપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિ સુધી વ્યાપારની સુગમતા અમારૂ પ્રાથમિક લક્ષ્યાંક છે, સરકાર વ્યાપારીક વાતાવર પેદા કરવાનાં પ્રયાસો કરી રહી છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (Micro, Small and Medium Enterprises) માટે સપોર્ટ એન્ડ આઉટરીચ ઇનિશિયેટીવ કાર્યક્રમની શરૂઆત કરી. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા લઘુ ઉદ્યોગ સેક્ટરમાં લેવાયેલા 12 મોટા નિર્ણયો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગત્ત થોડા અઠવાડીયાઓથી ભારત સરકારે અનેક મંત્રાલયો સાથે મળીને આ ચુકાદાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સારી પેઠે જાણીએ છીએ કે MSME અથવા નાના ઉદ્યોગો અમારા દેશમાં કરોડો દેશવાસીઓને રોજીરોટી પુરી પાડવાનું સાધન છે. અર્થવ્યવસ્થામાં તે ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.
વડાપ્રધાને કહ્યું કે, MSME કૃષી બાદ રોજગાર આપનારા સૌથી મોટુ સેક્ટર છે. ખેતી જો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે તો MSME તેના મજબુત પગ છે. જે દેશની પ્રગતીને ગતિ આપવાનું કામ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે, દુર દેશના કોઇ ખુણામાં બેઠેલા તમારા ઉદ્યમી ભાઇ બહેનને માત્ર 59 મિનિટમાં એક કરોડ રુપિયા સુધીની લોન મંજુર થઇ જશે. GSTની નોંધી અંગે MSMEને એક કરોડ રૂપિયા સુધીની નવી લોન અથવા ઇન્ક્રીમેન્ટલ લોનની રકમ પર વ્યાજમાં 2 ટકાની છુટ આપવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે સરકારી કંપનીઓ જેટલો સામાન ખરીદે છે, તેમાં 25 ટકા લઘુ ઉદ્યોગની હિસ્સેદારી રહેશે. સાથે જ તે પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે કે તેની કુલ ખરીદીનાં 3 ટકા મહિલા ઉદ્યમીઓ પાસેથી જ ખરીદવામાં આવે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કેટલાક શહેરોની ઓળખ તેમને ત્યાં ચાલનારા લઘુ ઉદ્યોગોનાં કારણે જ છે. દેશનાં દરેક જિલ્લાની સાથે તેની એક ખાસ ઓળખ જોડાયેલી છે. ભારત ગ્લોબલ ઇકોનોમીમાં બ્રાઇટ સ્પોટ બનીને ચમકી રહ્યું છે. વૈશ્વિક વ્યાપારની ચર્ચા કેન્દ્રમાં નવુ ભારત છે.
મોદીએ કહ્યું કે, ભારતમાં ચાર-સાડા ચાર વર્ષોમાં જે પરિવર્તન થયું છે, નાના ઉદ્યોગો તેના સૌથી મોટા ભાગીદાર છે. ડિજીટલ લેવડ દેવડને આત્મસાત કરવામાં આવ્યું છે. ઇ કોમર્સ જેવી નવી વ્યવસ્થા સાથે તાલમેલ બેસાડ્યો છે. જીએસટી જેવા દેશના આટલા મોટા ટેક્સ રિફોર્સમને અપનાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં થયેલા અનેક સુધારાઓ અને નિર્ણયોના કારણે ભારતમાં વ્યાપાર કરવું ખુબ જ સરળ થઇ ચુક્યું છે. હાલ બે દિવસ પહેલા આવેલા વર્લ્ડ બેંકના ઇજ ઓફ ડુઇંગ બિઝનેસ રૈંકિંગ તેનુ સાક્ષી છે. તેના પર 4 વર્ષ પહેલા કોઇ વિશ્વાસ નહોતુ કરી શકતું આજે અમે તે કરી દેખાડ્યું.
આ પ્રસંગે નાણામંત્રી અરૂણ જેટલી અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. અરૂણ જેટલીએ કહ્યું કે, ઇતિહાસમાં પહેલીવાર ભારત વિશ્વનો સૌથી ઝડપી વિકસી રહેલો દેશ બની ચુક્યો છે. જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તો દેશની અર્થવ્યવસ્થા 9માં નંબર પર હતી. હવે તે 6ઠ્ઠા નંબર પર આવી ચુકી છે. આશા છે કે દેશની અર્થવ્યવસ્થા આગળ પણ આવુ જ પ્રદર્શન કરતી રહેશે.
જેટલીએ કહ્યું કે, જીએસટીનો આધાર સરળ થઇ ચુક્યો છે. ગ્રામીણ ક્ષેત્રોમાં સરકારને પ્રગતી કરવી છે, અને લાભ પહોંચાડવાનો છે. દેશના 7 લાખ ગામો સુધી વિજળી પહોંચી છે. જે ઘરોમાં વિજળી નથી, તેને સરકારી ખર્ચ પર વિજળી પહોંચાડવામાં આવશે. આ દેશની ક્ષમતા માત્ર સરકારી કાર્યથી નથી, તે દેશમાં ઓછી મુડી સાથે સફળ વ્યવસાય કરવાની ક્ષમતા સાથે છે. સરકારની જવાબદારી વ્યવસ્થા પ્રદાન કરે છે.