નવી દિલ્હીઃ PM Launches Ordnance Factory: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાત નવી રક્ષા કંપનીની શરૂઆત કરતા કહ્યુ કે, આ રાષ્ટ્રને રક્ષાના ક્ષેત્રમાં સશક્ત કરવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે સમયની સાથે ભારત પોતાની રક્ષા ક્ષેત્રમાં જરૂરીયાતને પૂરી કરવા માટે વિદેશો પર નિર્ભર રહ્યું. સમયના હિસાબે કંપનીઓને અપગ્રેડ ન કરવામાં આવી. તેમણે કહ્યું કે, 41 ઓર્ડિનેન્ટ ફેક્ટ્રીઝને નવા સ્વરૂપમાં કરવાનો નિર્ણય, 7 નવી કંપનીઓની આ શરૂઆત, દેશની આ સંકલ્પ યાત્રાનો ભાગ છે. આ નિર્ણય છેલ્લા 15-20 વર્ષથી લટકેલા હતા. પીએમે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે આ બધી સાત કંપનીઓ આવનારા સમયમાં ભારતની સૈન્ય તાકાતનો એક મોટો આધાર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કા, આ વર્ષે ભારતે પોતાની આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આઝાદીના આ અમૃતકાળમાં દેશ એક નવા ભવિષ્યના નિર્માણ માટે નવો સંકલ્પ લઈ રહ્યો છે અને જે કામ દાયકાઓથી અટકેલા હતા, તેને પૂરા પણ કરી રહ્યો છે. પીએમ મોદીએ આગળ કહ્યુ કે, વિશ્વ યુદ્ધના સમયે ભારતની ઓર્ડિનેન્ટ ફેક્ટ્રીની તાકાત દુનિયાએ જોઈ છે. આપણી પાસે સારા સંશાધનો હતા, વર્લ્ડ ક્લાસ સ્કિલ હતી. આઝાદી બાદ આપણે જરૂરીયાત હતી કે આ ફેક્ટ્રીઝને અપગ્રેડ કરવાની, ન્યૂ એજ ટેક્નોલોજીને અપનાવવાની. પરંતુ તેના પર વધુ ધ્યાન આપવામાં આવ્યું નહીં. 


આ પણ વાંચોઃ Singhu Border: ખેડૂત આંદોલન સ્થળે માર્યા ગયેલા યુવકનો અંતિમ Audio સામે આવ્યો, દર્દનાક અવાજમાં કરગરી રહ્યો છે


તેમણે કહ્યું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશનું લક્ષ્ય ભારતને પોતાના દમ પર દુનિયાની મોટી સૈન્ય તાકાત બનાવવાનું છે, ભારતમાં આધુનિક સૈન્ય ઇન્ડસ્ટ્રીના વિકાસનું છે. છેલ્લા સાત વર્ષોમાં દેશે મેક ઈન ઈન્ડિયાના મંત્રની સાથે પોતાના આ સંકલ્પને આગળ વધારવાનું કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશના ડિફેન્સ સેક્ટરમાં જેટલી પારદર્શિતા છે, વિશ્વાસ છે અને ટેક્નોલોજી ડ્રિવન અપ્રોચ છે, એટલો પહેલા ક્યારેય રહ્યો નથી. આઝાદી બાદ પ્રથમવાર આપણા ડિફેન્ટ સેક્ટરમાં આટલા મોટા રિફોર્મ્સ થઈ રહ્યાં છે, અટકાવવાની-લટકાવવાની નીતિઓની જગ્યાએ સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. 


તેમણે કહ્યું કે, થોડા સમય પહેલા રક્ષા મંત્રાલયે આવા 100થી વધુ સામરિક ઉપકરણોનું લિસ્ટ જાહેર કર્યું હતું જેને હવે બહારથી આયાત કરવામાં આવશે નહીં. આ નવી કંપનીઓ માટે પણ દેશે અત્યારથી 65 હજાર કરોડ રૂપિયાના ઓર્ડર પ્લેસ કર્યાં છે. આ આપણી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીમાં દેશનો વિશ્વાસ દર્શાવે છે. હું દેશના સ્ટાર્ટઅપને પણ કહીશ, આ સાત કંપનીઓ દ્વારા આજે દેશે જે શરૂઆત કરી છે, તમે પણ તેનો ભાગ બનો. તમારૂ રિસર્ચ, તમારી પ્રોડક્ટ કઈ રીતે આ કંપનીઓ સાથે મળીને એકબીજાની ક્ષમતાથી લાભાકારી થઈ શકે છે. તે તરફ તમારે વિચારવું જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube