Singhu Border: ખેડૂત આંદોલન સ્થળે માર્યા ગયેલા યુવકનો અંતિમ Audio સામે આવ્યો, દર્દનાક અવાજમાં કરગરી રહ્યો છે
નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સ્થળ પર એક વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવકની ઓળખ પંજાબના તરનતારનના રહીશ લખબીર સિંહ તરીકે થઈ છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સ્થળ પર એક વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવકની ઓળખ પંજાબના તરનતારનના રહીશ લખબીર સિંહ તરીકે થઈ છે. હત્યા બાદ આ યુવકનો અંતિમ ઓડિયો સામે આવ્યો છે જે હચમચાવી નાખે તેવો છે. યુવક બર્બરતા આચરી રહેલા લોકો પાસે કરગરી રહ્યો છે અને છોડી દેવા માટે દર્દનાક અપીલ કરી રહ્યો છે.
વિચલિત કરે તેવો છે વીડિયો
લખબીર સિંહનો અંતિમ વીડિયો ખુબ જ વિચલિત કરે તેવો છે એટલે અમે તમને તે વીડિયો દેખાડી શકતા નથી પરંતુ ઓડિયો સંભળાવીએ છીએ. જેનાથી તમને બર્બરતાનો અંદાજ આવી શકશે. સિંઘુ બોર્ડર પર લખબીર સિંહની હત્યા કોણે અને શાં માટે કરી તે અંગે હાલ તપાસ ચાલુ છે. પોલીસે મૃતદેહને કબજે કરી અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને તપાસ શરૂ કરી છે. ડેડબોડી સોનીપતના મોર્ચરીમાં રખાયું છે.
સાંભળો લખબીર સિંહનો અંતિમ ઓડિયો...
#BREAKING : सिंघु बॉर्डर पर मारे गए युवक लखबीर सिंह का अंतिम ऑडियो @Nidhijourno #Singhuborder #Murder #ViralAudio
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/TheMmMyUOm
— Zee News (@ZeeNews) October 15, 2021
હાથ કાપીને મંચ પાસે લટકાવવામાં આવ્યો
મળતી માહિતી મુજબ 35 વર્ષના લખબીર સિંહનો જમણો હાથ કાંડાથી કાપી નાખ્યો. સિંઘુ બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર વ્યક્તિનો હાથ કાપીને તેની હત્યા કરીને લટકાવી દેવાયો અને સંયુક્ત કિસાન મોરચા (SKM) ના મુખ્ય મંચ પાસે મૃતદેહ મળ્યો. યુવકના શરીર પર ધારદાર હથિયારથી હુમલાના નિશાન છે અને તેનો હાથ કાંડા આગળથી કાપી નખાયો હતો.
આવી હાલતમાં મળી હતી લાશ
સવારે 5 વાગે કુંડલી પોલીસ મથકને આ વાતની જાણકારી મળી અને જણાવાયું કે ખેડૂત આંદોલન સ્થળ પર સ્ટેજ પાસે એક વ્યક્તિને હાથ પગ કાપી લટકાવવામાં આવ્યો છે. ત્યારબાદ ડ્યૂટી પર હજાર પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા અને જોયું તો એક વ્યક્તિ લટકેલો છે અને તેના શરીર પર ફક્ત અંડરવિયર હતો. જો કે હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે આ જઘન્ય કૃત્ય કોણે કર્યું. પોલીસે હાલ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. આ સાથે જ સર્ક્યુલેટ થઈ રહેલો વીડિયો પણ તપાસનો વિષય છે.
ટેન્ટમાં જોવા મળી આતંકી ભિંડરાવાલેની તસવીર
સિંઘુ બોર્ડર પર પ્રદર્શનસ્થળ કે જ્યાં વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ત્યાંનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં આતંકી જનરલ સિંહ ભિંડરાવાલેનો ફોટો પણ જોવા મળી રહ્યો છે. ત્યાં રહેલા ટેન્ટમાં જોવા મળી છે.
11 મહિનાથી ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન
દેશમાં વિવિધ ભાગોમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, અને પશ્ચિમ યુપીના ખેડૂત ગત વર્ષ નવેમ્બરથી દિલ્હીની તમામ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માંગણી કરી રહ્યા છે. જેને લઈને તેમને ડર છે કે તેનાથી ટેકાના ભાવ (MSP) ખતમ કરી દેવાશે અને તેમને મોટા કોર્પોરેટની દયા પર છોડી દેવાશે. જો કે સરકાર ત્રણ કાયદાને પ્રમુખ કૃષિ સુધારા તરીકે રજુ કરી રહી છે. સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 10 રાઉન્ડની વાતચીત અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. પરંતુ કોઈ સમાધાન નીકળી શક્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે