નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) એ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-19 હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલા તાલિમ કાર્યક્રમનો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દરેક સાવચેતી સાથે, આવનારા પડકારોને પહોંચી વળવા માટે આપણે દેશની તૈયારીઓને વધુ આગળ ધપાવવી પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં એક લાખ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ કઈ રીતે આપણી સામે પડકારો લાવી શકે છે. આ વાયરસ આપણા વચ્ચે હજુ પણ છે અને તેના મ્યૂટેડ થવાની સંભાવના પણ બનેલી છે. 


પીએમ મોદીએ  કહ્યું કે કોરોના મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિ તરીકે આપણને આપણી ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે પણ સતર્ક કર્યા છે. કોરોના સામે લડી રહેલી વર્તમાન ફોર્સને સપોર્ટ કરવા માટે દેશમાં લગભગ એક લાખ યુવાઓને તાલિમબદ્ધ કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ  કોર્સ 2-3 મહિનામાં જ પૂરો થઈ જશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube