નવી દિલ્હીઃ સિમરનજીત સિંહ  (Simranjeet Singh) ના બે ગોલની મદદથી ભારતે બે વખત પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરતા ગુરૂવારે ઓલિમ્પિકના બોકી મુકાબલામાં જર્મનીને 5-4થી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ભારતને ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ મળ્યો છે. છેલ્લે 1980માં ભારતે મોસ્કોમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય હોકી ટીમની પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. 


ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વઃ પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ (Narendra Modi) ટ્વીટ કરી કહ્યુ- ઐતિહાસિક! એક એવો દિવસ જે  દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube