ઝી મીડિયા/બ્યૂરો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ચક્ર દિવસ પર બૌદ્ધ વિદ્વાનોને સંબોધન કર્યું છે. આજના દિવસે ભગવાન બુદ્ધએ પોતાના 5 શિષ્યોને દીક્ષા આપી હતી. આ દિવસને દર વર્ષે ધર્મ ચક્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે, દેશના યુવાઓએ ભગવાન બુદ્ધની શિક્ષાઓનું પાલન કરવું જોઈએ. ભગવાન બુદ્ધએ આશા અને ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી. ભગવાન બુદ્ધની શિક્ષામાં આપણને સરળતાથી જીવવા વિશે બતાવવામાં આવ્યું છે. ભગવાન બુદ્ધનો અષ્ટાંગિક માર્ગ દયાના મહત્વ પર પ્રકાશ પાડે છે. 


વડોદરા પોલીસ બેડામાં હાહાકાર, તાલીમ લઈ રહેલા 19 જવાનોને કોરોના નીકળ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના સંબોધનમાં તેઓએ દેશના યુવાઓને કહ્યું કે, હું વર્ષ 2020ને લઈને બહુ જ આશાવાદી છું. મને આ આશા દેશા યુવાઓ પાસેથી મળે છે. વિવિધ ક્ષેત્રોમા નવા સ્ટાર્ટઅપ જોઈને મને પ્રેરણા મળે છે. 


વડાપ્રધાને આગળ કહ્યું કે, આજે વિશ્વની સામે અનેક ચેલેન્જિસ છે. ભગવાન બુદ્ધની શિક્ષા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય માટે હંમેશા ઉપયોગી રહે છે. તેમની શિક્ષાઓથી દુનિયાની સમસ્યાઓનું સમાધાન શોધી શકાય છે. તેમણે કહ્યું કે, કેબિનેટે કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેનાથી દેશવિદેશના લોકો સરળતાથી અહી આવી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર