નવી દિલ્હી:  વડાપ્રધાન નરેંદ્રએ કોરોના કાળમાં દેશને 5મીવાર સંબોધિત કરતાં 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી. આ જાહેરાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે 'આ પેકેજ ભારતની GDP ના લગભગ-લગભગ 10 ટકા છે. આ પેકેજ 2020માં દેશનઈ વિકાસ યાત્રાને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને  સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લિક્વિડિટિ, લેબર, કુટિર ઉદ્યોગ, લધુ ઉદ્યોગ તમામ માટે ઘણું બધુ છે. આ પેકેજ દેશના તે ખેડૂતો માટે છે. જે દિવસ રાત પરિશ્રમ કરી રહ્યા છે. આ દેશના મધ્યમ વર્ગ માટે છે. આ પેકેજ ભારતના ઉદ્યોગો માટે છે. આવતીકાલથી આગામી થોડા દિવસો સુધી નાણા મંત્રી દ્વારા પેકેજની વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે 'દેશને ભારતના ગરીબ ભાઇ-બહેનોની સહનશક્તિનો પરીચય પણ જોયો. તેમણે આ દરમિયાન ખૂબ કષ્ટ સહન કર્યું છે. એવું કોણ હશે જે તેમની ગેરહાજરીને મહેસૂસ ન કરી હોય. તેને ધ્યાનમાં રાખતાં દરેક વર્ગ માટે આર્થિક પેકેજમાં જાહેરાત કરવામાં આવશે.


વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કોરોના કાળમાં દેશને 5મી વાર સંબોધિત કરતાં કહ્યું કે 'કોરોના સંક્રમણ સામે મુકાબલો કરતાં દુનિયાને હવે ચાર મહિનાથી વધુ સમય પસાર થઇ ગયો છે . આ દરમિયાન તમામ દેશોના 42 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુખદ મૃત્યું થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, સાથીઓ એક વાયરસે દુનિયાને તો તહેસ નહેસ કરી દીધી છે. આખી દુનિયા જીંદગી બચાવવામાં એક પ્રકારે જંગ લડી રહી છે. 


આપણે આવું સંકટ જોયું નથી, ના તો સાંભળ્યું છે. નિશ્વિતપણે માનવ જાતિ માટે આ બધુ અકલ્પનિય છે. આ ક્રાઇસિસ અભૂતપૂર્વ છે. પરંતુ થાકવું, હારવું, તૂટવું, વિખેરાઇ જવું માનવને મંજૂર નથી. સર્તક રહેતા, તમામ નિયમોનું પાલન કરતાં હવે આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube