Mann ki Baat: ધૈર્ય, કષ્ટ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે કોરોના-PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ 76મી શ્રેણી હતી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ 76મી શ્રેણી હતી. સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે આજે તમારી સાથે મન કી બાત એક એવા સમયે કરી રહ્યો છું જ્યારે કોરોના આપણા બધાના ધૈર્ય, દુ:ખ સહન કરવાની સીમાની પરીક્ષા લઈ રહ્યો છે. આપણા પોતાના, આપણને કસમયે છોડીને જતા રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે હાલ કોરોના વિરુદ્ધ દેશના ડોક્ટર અને હેલ્થ વર્કર્સ ખુબ મોટી લડત લડી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેમને આ બીમારી અંગે દરેક પ્રકારના અનુભવ પણ થયા છે.
એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને આપો પ્રાથમિકતા
પીએમ મોદીએ કહ્યું કે હાલ આપણે આ લડતને જીતવા માટે એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિક સલાહને પ્રાથમિકતા આપવાની છે. રાજ્ય સરકારના પ્રયત્નોને આગળ વધારવામાં ભારત સરકાર સંપૂર્ણ તાકાતથી લાગી છે. રાજ્ય સરકારો પણ પોતાની જવાબદારી નિભાવવાની કોશિશ કરી રહી છે. હાલના દિવસોમાં આ સંકટમાંથી બહાર આવવા માટે મારી અલગ અલગ સેક્ટર્સના એક્સપર્ટ સાથે, વિશેષજ્ઞો સાથે લાંબી ચર્ચા થઈ છે. આપણી ફાર્મા ઈન્ડસ્ટ્રી હોય કે વેક્સીન મેન્યુફેક્ચર્સ હોય, ઓક્સિજન પ્રોડક્શન સાથે સંકળાયેલા લોકો હોય કે પછી મેડિકલ ફિલ્ડના જાણકાર હોય તેમણે સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે.
Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube