નવી દિલ્હીઃ કોરોના વાયરસના આ સમયમાં ભારતની સ્થિતિ બાકી દેશોના મુકાબલે ઘણી સારી છે અને કોરોનાની વેક્સીન માટે વિશ્વની નજર ભારત પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં આ કહ્યુ હતુ. મોદી બોલ્યા કે વિશ્વના મોટા નેતાઓને તે લાગે છે કે કોરોના સામે જંગમાં આયુર્વેદ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. લૉકડાઉન પૂરુ થવા પર મળી રહેલી છૂટ પર પીએમ મોદીએ કહ્યુ કે, હાલ દેશવાસિ સાવચેતી રાખવાનું ન છોડે, કારણ કે કોરોના ગયો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન કી બાતની શરૂઆતમાં મોદીએ કહ્યુ કે, ઘણી હદ સુધી લૉકડાઉન ખુલી ગયું છે. તેમણે શ્રમિક ટ્રેન, સ્પેશિયલ ટ્રેન, ડોમેસ્ટિક ઉડાનોનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદી બોલ્યા કે ભારતની જનસંખ્યા બાકી દેશોથી ઘણી વધુ છે. છતાં કોરોના ભારતમાં એટલો નથી ફેલાયો જેટલો બાકી દેશોમાં ફેલાયો છે. 


- પીએમ મોદીએ કહ્યુ કે, દેશ કોરોના વાયરસ, અમ્ફાન વાવાઝોડુ, તીડનું આક્રમણ જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. 


- આપણા દેશમાં કરોડો-કરોડો ગરીબ, દાયકાઓથી એક મોટી ચિંતામાં રહે છે કે જો બીમાર પડી ગયા તો શું થશે? આ ચિંતાને દૂર કરવા માટે આશરે દોઢ વર્ષ પહેલા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા આયુષ્માન લાભાર્થીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. 


મન કી બાતમાં બોલ્યા પીએમ મોદી- દેશ હવે ખુલી ગયો છે, વધુ સતર્ક રહો  


-  કોરોના સંકટના આ સમયમાં યોગ આજે પણ તેથી વધુ મહત્વનો છે, કારણ કે આ વાયરસ આપણી respiratory systemને સૌથી વધુ પ્રભાવિત કરે છે. યોગમાં તો respiratory systemને મજબૂત કરનાર ઘણા પ્રાણાયામ છે, જેની અસર આપણે લાંબા સમયથી જોઈ રહ્યાં છીએ. તમારા જીવનમાં યોગને વધારવા માટે આયુષ મંત્રાલયે પણ આ વખતે અનોખો પ્રયોગ કર્યો છે. આયુષ મંત્રાલયે 'My Life, My Yoga' નામથી આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ તેની સ્પર્ધા શરૂ કરી છે. ભારત જ નહીં વિશ્વના લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે. 


- દરેક જગ્યાએ લોકો યોગની સાથે-સાથે આયુર્વેદ વિશે પણ જાણવા ઈચ્છી રહ્યાં છે. ઘણા લોકો જેણે ક્યારેય યોગ કર્યો નથી તે ઓનલાઇન યોગા ક્લાસ સાથે જોડાઇ રહ્યાં છે અથવા વીડિયો દ્વારા શીખી રહ્યાં છે.


- તેમાં ભાગ લેવા માટે તમારે ત્રણ મિનિટનો એક વીડિયો બનાવી અપલોડ કરવાનો રહેશે. આ વીડિયોમાં તમે જે યોગ કે આસન કરો છો, તે કરતા દેખાડવાનું છે અને યોગથી તમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, તેના વિશે પણ જણાવવાનું છે. 


- આપણા દેશમાં કોઈપણ વર્ગ એવો નથી, જે મુશ્કેલીમાં ન હોય અને આ સંકટના સમયમા સૌથી વધુ માર જો કોઈને પડ્યો છે તો આપણા ગરીબ, મજૂર અને શ્રમિક વર્ગને પડ્યો છે. તેમની મુશ્કેલી, તેમનું દર્દ, તેમની પીડાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. 


- કોરોના વિરુદ્ધ લડાઈનો આ માર્ગ લાંબો છે. એક એવી આપદા જેનો વિશ્વ પાસે કોઈ ઇલાજ નથી. જેનો ક્યારેય પહેલા અનુભવ નથી. તેના કારણે નવા નવા પડકારો અને મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. 


- આપણી રેલવે રાત દિવસ લાગેલી છે. કેન્દ્ર હોય, રાજ્ય હોય, સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ- દરેક દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. જે પ્રકારે રેલવેના કર્મચારીઓ આજે લાગેલા છે, તે પણ એક પ્રકારથી છેલ્લી લાઇનમાં ઉભેલા કોરોના વોરિયર છે. 


- જે દ્રશ્ય આજે આપણે જોઈ રહ્યાં છીએ, તેથી દેશને ભૂતકાળમાં જે થયું, તેના અવલોકન અને ભવિષ્ય માટે શીખવાનો અવસર પણ મળ્યો છે. આજે આપણા શ્રમિકોની પીડામાં, દેશના પૂર્વી ભાગની પીડા જોઈ શકીએ છીએ. તે પૂર્વી ભાગનો વિકાસ ખુબ જરૂરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર