PM Modi and Sheikh Hasina Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંને દેશોએ આઈટી, અંતરિક્ષ, અને ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનું નક્કી કર્યું. અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ચાર દિવસના ભારત પ્રવાસે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર- પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદીની અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીના સાથે મુલાકાત બાદ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ ઈશ્યું કરવામાં આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે આજે બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વિકાસ ભાગીદાર છે અને આ ક્ષેત્રમાં આપણું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. લોકો વચ્ચે સહયોગમાં સતત સુધારો થઈ રહ્યો છે. 


અંતરિક્ષ અને ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં કરાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે આઈટી, અંતરિક્ષ, ન્યૂક્લિયર એનર્જી જેવા સેક્ટરમાં પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો. તેમણે વધુમાં કહ્યું કે ગત વર્ષ અમે બાંગ્લાદેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ, અમારા ડિપ્લોમેટિક સંબંધોની સુવર્ણ જયંતી, શેખ મુજીબુર્રહમાનની જન્મ શતાબ્દી એક સાથે ઉજવી હતી. મને વિશ્વાસ છે કે આગામી 25 વર્ષના અમૃત કાળમાં ભારત-બાંગ્લાદેશની મિત્રતા નવી ઊંચાઈએ સ્પર્શશે. 


પાળતું શ્વાને લિફ્ટમાં બાળકને બચકું ભરી લીધુ, છતાં મહિલા બાળકની મદદે ન આવી, Video જોઈ હચમચી જશો


પીએમ મોદીએ કહ્યું કે આજે અમે કુશિયારા નદીથી જળ વહેંચણી પર એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી ભારતમાં દક્ષિણ અસમ અને બાંગ્લાદેશમાં સિલહટ ક્ષેત્રને લાભ થશે. એવી 54 નદીઓ છે જે ભારત-બાંગ્લાદેશ સરહદેથી પસાર થાય છે અને સદીઓથી બંને દેશોના લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે. આ નદીઓ તેમના વિશે લોકવાર્તાઓ, લોકગીત, અમારા સંયુક્ત સાંસ્કૃતિક વારસાના પણ સાક્ષી રહ્યા છે. 


Viral Video: બેંગ્લુરુમાં પુર-વરસાદથી હાહાકાર, લોકો ટ્રેક્ટર-ક્રેનથી જઈ રહ્યા છે ઓફિસ


હું ભારતનો આભાર વ્યક્ત કરું છું- શેખ હસીના
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું કે આગામી 25 વર્ષો માટે અમૃત કાળની શુભકામનાઓ આપું છું, કારણ કે ભારત આત્મનિર્ભર ભારત માટે કરાયેલા પ્રસ્તાવોને પ્રાપ્ત કરવા તરફ  અગ્રેસર છે. હું  ભારત લગભગ 3 વર્ષ બાદ આવી રહી છું, હું ભારતનો આભાર માનું છું અને અમારી વચ્ચે આગળ એક સકારાત્મક પ્રસ્તાવોની અપેક્ષા કરું છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube