નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી 94 વર્ષના થયા. તેમના જન્મદિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ખાસ અંદાજમાં શુભેચ્છા પાઠવી. પીએમ મોદી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, રક્ષામંત્રી રાજનાથ સિંહ,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પૃથ્વીરાજ રોડ સ્થિત લાલ કૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા અને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેક કાપીને ઉજવ્યો બર્થડે
પીએમ નરેન્દ્ર મોદી, વેંકૈયા નાયડુ, રાજનાથ સિંહ, અમિત શાહે લાલ કૃષ્ણ અડવાણીના ઘરે પહોંચીને જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન વેંકૈયા નાયડુએ લાલકૃષ્ણ અડવાણીનો હાથ પકડીને કેક કપાવી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.



પીએમ મોદીએ ટ્વીટ કરીને  પાઠવી હતી શુભેચ્છા
આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે સન્માનીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમના લાંબા તથા સ્વસ્થ જીવનની કામના કરુ છું. લોકોને સશક્ત કરીને તથા આપણું સાંસ્કૃતિક ગૌરવ વધારવા માટે તેમણે જે પ્રયત્નો કર્યા, દેશ તે બદલ સદા તેમનો ઋણી રહેશે. વિદ્વતા અને બુદ્ધિમત્તા માટે પણ તેમનું ચારેકોર સન્માન કરાય છે. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube