કોલકાત્તા :નાગરિકતા સંશોધન કાયદા પર હંગાવાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ રાજભવનમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી હતી. પરંતુ પીએમ મોદીની મુલાકાત બાદ જ મમતા બેનરજી રાજભવન બહાર ધરણા પર બેસી ગઈ છે. તે એનપીઆર અને એનસીઆરનો વિરોધ કરી રહી છે. મમતાએ કહ્યું કે, મેં પીએમ મોદીને કહ્યું કે, કોઈને ભેદભાવ ન થાય. બંગાળમાં એનપીઆર-એનસીઆર (NCR) ન જોઈએ. તેને પરત લેવું જોઈએ.


બાફેલા ઈંડાનો આ વીડિયો જોતજોતામાં Viral Video બન્યો, જેણે જોયો એણે retweet કર્યો  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamta Banerjee) પહોંચ્યા ન હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને મમતા બેનરજીના મંત્રીએ તેમનુ સ્વાગત કર્યું હતું. કોલકાત્તાના મેયર પણ એરપોર્ટ પર પીએમના સ્વાગત માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના સ્વાગત માટે બીજેપીના અનેક મોટા નેતા એરપોર્ટ પર પહોંચ્યા હતા. 


તેના બાદ મમતા બેનરજી વડાપ્રધાન મોદીને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આ દરમિયાન મમતાએ ખેદ વ્યક્ત કરતા પીએમ મોદીને નાગરિકતા કાયદો બિલ, એનપીઆર અને એનસીઆરને પરત લેવાની માંગ કરી છે. સૂત્રોની માનીએ તો, આ સંબંધે વડાપ્રધાન પાસેથી કોઈ સકારાત્મક જવાબ ન મળતા મમતા રાજભવનની બહાર જ ધરણા પર બેસી ગયાં છે. તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતાએ આ મુલાકાતમાં વડાપ્રધાનને સીએએ, એનસીઆર અને એનપીઆરને લઈને પુર્નવિચાર કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળને એનસીઆર નથી જોઈતું. આ ઉપરાંત મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પાસે પોતાના રાજ્યની બાકી 38 હજાર કરોડની રકમ આપવાનો અનુરોધ કર્યો હતો. 


હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ખેર નથી, મોદી સરકારે બોર્ડર માટે લીધો મોટો નિર્ણય 

કોલકાત્તામાં પીએમ મોદીનો કાર્યક્રમ


  • કોલકાત્તા પોર્ટ સ્ટ્રીટથી 150મી વર્ષગાંઠ સમારોહમાં સામેલ થશે

  • કોલકાત્તાની 4 હેરિટેજ ઈમારજો રાષ્ટ્રને સમર્પિત કરશે

  • જૂની કરન્સી બિલ્ડીંગ, બેલ્વેદેરે હાઉસ, મેટકોફ હાઉસ, વિક્ટોરિયા મેમોરિયાલ સામેલ થશે.

  • પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓના પેન્શન ફંડ માટે 501 કરોડનો ચેક ભેટ કરશે

  • હલ્દીયા ડોક કોમ્પ્લેક્સ પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ સ્કીમને લીલો ઝંડો બતાવશે.

  • સ્વામી વિવેકાનંદ જયંતી પર બેલૂર મઠમાં પીએમ મોદી ધ્યાન કરશે. 


પાક્કી દુશ્મનાવટ નિભાવી મમતાએ, PMને એરપોર્ટ પર રિસીવ કરવા ન પહોંચ્યા


આ પહેલા પીએમ મોદીએ કોલકાત્તા મુલાકાત પહેલા પોતાના ગુરુને યાદ કર્યા હતા. વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું કે, હું આજે અને આવતીકાલે પશ્ચિમ બંગાળમાં રહેવા માટે ઉત્સાહિત છું. હું રામકૃષ્ણ મિશનમાં સમય વિતાવવાને લઈને ખુશ છું અને એ પણ ત્યારે, જ્યારે આપણે સ્વામી વિવેકાનંદની જયંતી ઉજવી રહ્યાં છે. તે સ્થાન વિશે એક વિશેષ સ્થાન પણ છે. તેમણે કહ્યું કે, તેમ છતાં ત્યાં કોઈ ઉણપ રહેશે. મને ‘જન સેવા જ પ્રભુસેવા’નો સિદ્ધાંત બતાવનારા આદરણીય સ્વામી આત્મસ્થાનંદજી ત્યાં નહિ હોય. રામકૃષ્ણ મિશનમાં ઉપસ્થિતિ થવી મારા માટે અકલ્પનીય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....